રશિયાની યુનિર્વસિટીએ સૌથી પહેલા કોરોનાની રસી બનાવવાનો દાવો કર્યોઃ આગામી ઓગસ્ટ મહિનામાં આ રસી કોરોનાના દર્દીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.  નાના સ્તરે કરવામાં આવેલી આ રસીની ટ્રાયલમાં સફળતા મળી હતી. વેકસીન 12 થી 14 ઓગસ્ટના  સમયગાળામાં સિવિલ સરકયુલેશનમાં આવી જશે. 

 

                   સેન્ટરના વડા એલેકઝાન્ડરના જણાવ્યા અનુસાર, પ્રાયવેટ કંપનીઓ મોટાપાયે  આગામી સપ્ટેમ્બરમાં એનું  ઉત્પાદન શરૂ કરી દેશે. 18 જૂને આ રસીની ટ્રાયલ શરુ કરવામાં આવી હતી. કોરોનાના કેસ રશિયામાં પણ વધતા રહ્યા છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોનાનું સૌથી વધુ સંક્રમણ રશિયામાં થઈ રહ્યું છે. રશિયાની સરકારને એના નાગરિકોની સુરક્ષાની ચિંતા કરી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા – WHOની નક્કી કરેલી આચાર- સંહિતા અનુસાર કોરોનાની વેકસીનનું ઉત્પાદન કરતા અગાઉ તેનું ત્રણ તબક્કામાં વિગતવાર સંશોધન અને પરીક્ષણ થવું જોઈએ. આથી રશિયા જેમ બને તેમ જલ્દી વેકસીનના પરીક્ષણના તબક્કાઓ પૂર્ણ કરીને પોતાના નાગરિકોને માટે વેકસીન ઉપલબ્ધ કરાવવાની આશા રાખી રહ્યું છે.