રશિયાની કોરોના વેક્સિનનું મોટા પાયે પરીક્ષણ કરવાની મંજૂરી ભારતે ના આપી

 

મોસ્કોઃ કોરોના સામે રશિયાની વેક્સિન સ્પુતનિક-વીની મોટા પાયે ટ્રાયલ કરવાની પરવાનગી આપવાનો ભારતે ઈનકાર કર્યો છે. આ વેક્સિનની અસર જાણવા માટે દવા કંપનીએ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન પાસે મંજૂરી માંગી હતી. જોકે આ મંજૂરી આપવાનો પ્રસ્તાવ સ્વીકારાયો નથી. એજન્સીએ કહ્યું છે કે, પહેલા નાના પાયે તેની ટ્રાયલ હાથ ધરવામાં આવે અને પછી તેના પર આગળ વિચારણા કરશે.

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશનના નિષ્ણાતોનું માનવું છે કે, વિદેશમાં પણ આ વેક્સિનના શરૂઆતી ડેટા અને સંશોધન બહુ નાના પાયા પર હાથ ધરાયા છે અને રસી માટે ભારતની ભાગીદાર દવા કંપની પાસે તેના કોઈ ઈનપુટ પણ નથી.

જોકે ભારત સરકારના ઈનકાર બાદ રશિયાની તૈયારીઓેને ઝાટકો વાગ્યો છે. કારણકે રશિયા જ્યાં કોરોનાના નવા કેસ બહુ વધારે હોય એવા દેશમાં વેક્સિનને એપ્રૂવલ મળે તેમ ઈચ્છી રહ્યુ છે. એવું મનાય છે કે, ભારત બહુ જલ્દી અમેરિકાને પાછળ છોડીને સંક્રમણના મામલામાં દુનિયામાં નંબર વન પર આવી જશે. સ્પુતનિક-વી નામની વેક્સિન માટે ભારતની એક દવા કંપનીએ રશિયા સાથે કરાર કર્યા છે. રશિયામાં મોટા પાયે વેક્સિનનુ પરીક્ષણ કરાયું છે અને તેના પ્રભાવ અને સેફટીને લઈને સવાલો પણ ઉઠયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here