રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લેવરોવે ગલવાન અથડામણ અંગે ભારત- ચીન વચ્ચે સર્જાયેલા વિવાદમાં મધ્યસ્થી કરવાની સાફ ના પાડી…

  રશિયાના વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ભારત- ચીન વચ્ચે ભારના પૂર્વ લડાખ વિસ્તારમાં થયેલી અથડામણ અને વિવાદને ઉકેલવા બાબત રશિયા કોઈ મધ્યસ્થી કરવા માટે તૈયાર નથી. તેમણે જણાવ્યું હતું કે, ભારત- ચીનને બીજા દેશની મધ્યસ્થીની કોઈ જરૂર નથી.ભારત અને ચીન જાતે જ પરસ્પર મળીને મંત્રણા દ્વારા એનું સમાધાન શોધી લેશે. દરમિયાન ભારત- ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે યોજાયેલી વર્ચ્યુઅલ બેઠકમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય નિયમોના પાલનનો મુદો્ હોય કે કે પછી વિશ્વના સહયોગી દેશોના હિતોનું રક્ષણ કરવાનો મુદો્ હોયત્યારે વિશ્વની આગેવાની કરનારા રાષ્ટ્રએ દરેક પ્રકારના ઉદાહરણો સ્થાપિત કરવાં જોઈએ. ભારત એવું ઈચ્છે છે કે, વિશ્વના જે જે દેશો આગેવાનની ભૂમિકા ભજવતા હોય છે, તેમણે એમના સહયોગીઓનો હિતોનું રક્ષણ થાય એ રીતે વિચારવું જોઈએ.