
ભારતની બે દિવસની યાત્રા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન ગુરુવારે 4 ઓકટોબરે નવી દિલ્હી આવી પહોંચ્યા હતા. વિમાની મથકે તેમનું વિદેશમંત્રી સુષમા સ્વરાજે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રમોદીના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે વડાપ્રધાને તેમને આવકાર્યા હતા. ભારત અને રશિયા વચ્ચે વ્યાપાર, મૂડી રોકાણ, ઉર્જા, અવકાશ અને પર્યટન સહિત વિવધ ક્ષેત્રોમાં પરસ્પર સાથ- સહકારની ભૂમિકા રચવા બાબત ચર્ચા- વિચારણા કરવામાં આવશે. ભારત અને રશિયા એસ-400એર ડિફેન્સ સિસ્ટમ સહિત આશરે 20 જેટલા કરાર પર હસ્તાક્ષર કરશે એવી સંભાવના છે.