
મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કાર્યાલયમાં કોરોનાનો કહેર જોવા મળ્યો છે. ખુદ રાષ્ટ્રપતિએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે તેમની નજીકના અનેક લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પુતિને મોસ્કોના નેતૃત્વ હેઠળની સુરક્ષા ગઠબંધનની એક વર્ચ્યુઅલ બેઠકમાં જણાવ્યું કે, મારા આંતરિક વર્તુળમાંથી કેટલાક લોકોને કોરોના સંક્રમણ થયું હોવાનું જણાયું છે. એક કે બે લોકો નહીં પરંતુ અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અગાઉ ૧૪ સપ્ટેમ્બરે રશિયનાના રાષ્ટ્રપતિ વ્હાદિમીર પુતિને પોતાને કોરોના વાઇરસના લક્ષણો જણાતા આઈસોલેટ કરી લીધા હતા. કોરોનાને પગલે તેમનો તાજિકિસ્તાનનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રશિયન રાષ્ટ્રપતિએ કોરોના વાયરસની રસી સ્પૂતનિક-વીનો બીજો ડોઝ એપ્રિલમાં લીધો હતો.