રશિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી : બુધવારે વહેલી સવારે રશિયાના વ્લાદિવોસ્તોક શહેર પહોંચ્યા

0
776

… 

                                                                 બુધવારે વહેલી સવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ લેવા માટે રશિયાના શહેર વ્લાદિવોસ્તોક  પહોંચ્યા હતા. વ્લાદિવોસ્તોકના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.તેમને સન્માનમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમના રશિયા ખાતેના રોકાણ દરમિયાન મોદી રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે ક્ષેત્રીય તેમજ આંતરરાષ્ટ્રીય વિષયો પર મંત્રણાઓ કરશે. આ બેઠક વ્લાદિવોસ્તોકમાં આયોજિત કરવામાં આવી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત- રસિયાના 20મા વર્ષના શિખર- સંમેલનમાં પણ ભાગ લેશે. ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં હાજર રહેવાનું પોતાને આમંત્રણ આપવા બદલ મોદીએ પ્રમખ પુતિનનો આભાર માન્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સૌથી મોટા નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવશે. તે અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આ સન્માન માટે હું પ્રમુખ વ્લાદિમીર  પુતિન તેમજ રશિયાનો આભારી છું. આ સન્માન130 કરોડ ભારતવાસીઓ માટે ગર્વ લેવા જેવી બાબત છે. ભારત અને રશિયાના સંબંધોને નવું પરિમાણ આપવાની આ એક ઐતિહાસિક ક્ષણ છે.