રશિયાથી આવી પહોંચી S-400ની પહેલી રેજિમેન્ટ

 

મોસ્કોઃ રશિયાથી પહેલી S-400 મિસાઇલ સિસ્ટમની પ્રથમ રેજિમેન્ટ ભારત પહોંચી ચૂકી છે. ૧૦ દિવસ બાદ શરૂ થનારા નવા વર્ષ ૨૦૨૨માં આની તૈનાતી દેશનાં ઉત્તરી ક્ષેત્રમાં કરવામાં આવે તેવી સંભાવના છે. જેથી ચીન અને પાકિસ્તાનમાંથી ઉદ્ભવતા હવાઈ ખતરાને નિવારી શકાય અને દેશને સુરક્ષિત કરી શકાય. એસ-૪૦૦ની બીજી રેજિમેન્ટ આગામી વર્ષે જૂન માસ સુધીમાં ભારત પહોંચવાની આશા છે. એ વખતે ભારત આ બંને રેજિમેન્ટને લદ્દાખ અને અરૂણાચલ પ્રદેશમાં તૈનાત કરી શકે છે. એસ-૪૦૦ની ગણના વિશ્વની સૌથી મજબૂત હવાઈ રક્ષા પ્રણાલીમાં થાય છે. રશિયાની આ સિસ્ટમ અમેરિકાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમથી અનેક પ્રકારે બહેતર ગણાય છે. આનાં થકી મિસાઇલ, લડાકુ વિમાન, રોકેટ અને ડ્રોન હુમલાથી પણ બચાવ કરી શકાય છે.