રશિયાએ પોતાના બે યુધ્ધ જહાજો સિરિયા મોકલ્યાં

0
793

 

રશિયા દ્વારા બે યુધ્ધ જહાજો સિરિયા તરફ મોકલવામાં આવ્યા હોવાનું માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું. સિરિયાએ કરેલા કેમિકલ શસ્ત્ર હુમલાના જવાબરૂપે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્તપણે સિરિયા પર હુમલો કર્યો હતો. આથી રશિયાએ મોટી સંખ્યામાં યુધ્ધ ટેન્કો, રડાર અને એમ્બ્યુલન્સ સહિતની સાધન- સામગ્રીથી સજ્જ બે યુધ્ધ જહાજો સિરિયા રવાના કર્યા હોવાની માહિતી સાંપડી હતી. હાઈસ્પીડ પેટ્રોલ વોરશિપ, ઈમરજન્સીની સ્થિતિમાં પુલ બનાવવા માટેનો સાધન- સરંજામ અને નાની હોડીઓ આ જહાજ મારફત મોકલવામાં આવી હતી. અમેરિકાની આગેવાનીમાં સિરિયા પર કરાયેલા આ હુમલા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદામીર પુટિને તેમની ધમકી ઉચ્ચારી હતી કે, જો હવે ફરી વાર સિરિયા પર હુમલો કરવામાં આવશે તો દુનિયાની તબાહી નક્કી છે.