રશિયાએ એકજ દિવસમાં યુક્રેનનાં ૧૨ સ્થળ પર ભીષણ હુમલા કર્યા

રશિયાઃ રશિયાના સંરક્ષણ પ્રધાન સર્ગેઈ શોઈગુએ અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશો પર યુક્રેનને હથિયારો આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ દેશ એટલા માટે આમ કરી રહ્યા છે કે જેથી લડાઈ લાંબા સમય સુધી ચાલે. તેમણે કહ્યું કે અમેરિકા અને અન્ય સહયોગી દેશ યુક્રેનમાં રશિયાના ખાસ સૈન્ય અભિયાનને લાંબુ ખેંચવાનો શક્ય તમામ પ્રયત્ન કરી રહ્યા છે. બ્લેક સીમાં રશિયન યુદ્ધ જહાજ ડૂબ્યા પછી રશિયન સંરક્ષણ મંત્રીએ પણ હુમલા તીવ્ર કરવાની વાત કરી હતી. ભીષણ હુમલાના સંકેતો મળ્યા. રશિયાએ દાવો પણ કર્યો છે કે એક દિવસમાં જ યુક્રેનના ૧૨૦૦થી વધુ સ્થળોને નેસ્તનાબુદ કરી દેવાયા છે. રશિયાએ એવો પણ દાવો કર્યો છે કે યુક્રેનના મિગ-૨૯ વિમાનને ડોનાત્સ્ક વિસ્તારમાં તોડી પાડવામાં આવ્યું છે. રશિયાના કર્નલ જનરલ મિખાઈલ મિજિંત્સેવએ યુક્રેનના સૈનિકોને ચીમકી આપી છે કે જો તેઓ હથિયાર છોડી શરણાગતિ નહિ સ્વીકારે તો પરિણામો ભોગવવા પડશે.

રશિયા અને યુક્રેન વચ્ચે વિશ્વના અનેક દેશોની મધ્યસ્થતાનું કોઈ જ નક્કર પરિણામ આવ્યું નથી. રશિયાએ મારિયૂપોલ શહેરનો સંપૂર્ણપણે નાશ કરી નાંખ્યો છે. જોકે યુક્રેને આ વાતનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. યુક્રેનના સંરક્ષણ મંત્રીએ કહ્યું છે કે કહ્યું છે કે મારિયૂપોલમાં સ્થિતિ ઘણી જ મુશ્કેલ છે પણ અમારી સેના જડબાતોડ જવાપ આપી રહી છે.

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (ત્પ્જ્)એ કહ્યું છે કે યુક્રેનમાં યુદ્ધને પગલે સમગ્ર વિશ્વમાં મોંઘવારીમાં અસહ્ય વદારો થઈ રહ્યો છે. અગાઉના અંદાજની તુલનામાં મોંઘવારીની આ સ્થિતિ ઘણા લાંબા સમય સુધી યથાવત રહેશે. ત્પ્જ્એ વૈશ્વિક વૃદ્ધિને લગતા તેના અંદાજને આ વર્ષ માટે જાન્યુઆરીથી ૦.૮ ટકાથી ઘટાડી ૩.૬ ટકા કહ્યા છે.

યુક્રેનના પૂર્વી ઔદ્યોગિક વિસ્તારો પર નિયંત્રણ મેળવવા માટે રશિયાએ હુમલા વધારી દીધા છે. રશિયાની સેનાએ સેંકડો કિમી લાંબા મોરચા હેઠળ આવતા શહેરો અને વિસ્તારોને નિશાન બનાવવામાં આવ્યા છે. બન્ને દેશો વચ્ચે ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ હવે નવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે. 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here