રવિ શસ્ત્રીને ફરી એકવાર ભારતની ક્રિકેટ ટીમના કોચ પદે નિમવામાં આવ્યા છે.

0
1360

ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની એડવાઈઝરી કિક્રેટ કાઉન્સિલે ઘોષિત કર્યું હતું કે, રવિ શાસ્ત્રી 2021 સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે કામગીરી સંભાળશે. કપિલ દેવે જણાવ્યું હતું કે, કોચિંગ સ્કીલ્સ( તાલીમ આપવાની નિપુણતા). અનુભવો, રમત વિષેનું વ્યાપક જ્ઞાન તેમજ ટીમના સભ્યો સાથે પરસ્પર સુમેળ અને સંવાદ સ્થાપિત કરવાની યોગ્યતાને લક્ષમાં રાખીને સલાહકાૈર કમિટીએ સર્વાનુમતીથી રવિ શાસ્ત્રીની કોચના સ્થાન માટે પુનઃ પસંદગી કરી હતીય. એડવાઈઝરી કમિટીના સભ્યાે કપિલદેવ , અંશુમાન ગાયકવાડ તેમજ મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શાંતા રંગાસ્વામીનો સનમાવેશ થાય છે. કપિલ દેવે એવાતની પણ સ્પષ્ટતા કરી હતી કે, કોચની પસંદગી કરતા સમયે વિરાટ કોહલી પાસેથી કોઈ સલાહ કે સૂચન માગવામાં આવ્યું નહોતું.