રવિભાણ સંપ્રદાયે અનેક સમર્થ તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

આણંદ: મુખ્યમંત્રીએ આણંદ જિલ્લાના કહાનવાડી સ્થિત રવિભાણ સાહેબ ગુરુગાદી ખાતે આયોજિત નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની આણંદ જિલ્લાના વિકાસને વેગ આપતા રૂપિયા ૧૦૬.૨૧ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત – લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ જણાવ્યું હતું કે, કબીર સાહેબના સાધના, દર્શન અને વિચારધારાને ઝીલીને ઝળહળતો રવિભાણ સંપ્રદાય સવા ત્રણસો વર્ષથી જ્ઞાનજ્યોત જગાવતો સમગ્ર ગુજરાતમાં ફેલાયેલો છે. આ સંપ્રદાયે અનેક સમર્થ, તેજસ્વી સંતોની ભેટ ગુજરાતને આપી છે. જે પૈકી કહાનવાડીમાં ૨૦૦ વર્ષ કરતા વધુ સમયથી રવિભાણ સાહેબની ગુરુગાદી સેવારત રહી ધર્મની સાથે સમાજસેવાનું ઉમદા દાયિત્વ નિભાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here