રધુરામ રાજનના શિષ્ય તેમજ હૈદરાબાદની ઈન્ડિયન બિઝનેસ સ્કૂલમાં ( આઈબીએસ) શિક્ષક તરીકે્ કામ કરનારા કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ બનશે દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર

0
1049

       

પોતાને આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર રધુરામ રાજનના શિષ્ય ગણાવતા તેમજ હાલમાં હૈદરાબાદસ્થિત ઈન્ડિયન બિઝનેસ સ્કૂલમાં અધ્યાપન કરતા કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે ( ચીફ ફાયનાન્શિયલ એડવાઈઝર ) નિયુક્તિ કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

કૃષ્ણમૂર્તિ પોતે અર્થશાસ્ત્રી નથી, પરંતુ ફાયનાન્સ અને બેન્કિંગના ક્ષેત્રમાં તેમની નિપુણતા છે. તેઓ ભૂતપૂર્વ આરબીઆઈ ગવર્નર રધુરામ રાજનના પ્રખર સમર્થક  અને પ્રશંસક છે.તેઓ પોતાને તેમના વિદ્યાર્થી તરીકે ઓળખાવે છે. આ વરસે જુલાઈ મહિનામાં નિવૃત્ત થયેલા અરવિંદ સુબ્રમણ્યમના સ્થાને હવે કૃષ્ણમૂર્તિ કામગીરી સંભાળશે. કૃષ્ણમૂર્તિ અગાઉ પણ નાણાં મંત્ર્યાલયને     પોતાની સેવા પ્રદાન કરી ચૂક્યા છે. તેમણે 4 વરસ સુધી વિ્ત્ત મંત્ર્યાલયમાં કામગીરી બજાવી હતી. એ સમયગાળા દરમિયાન તેમના આર્થિક સર્વેક્ષણો અને નીતિઓની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી. બેન્કિંગ તેમજ કોર્પોરેટ ગવર્નેસ એક્સપર્ટ તરીકે સમસ્ત વિશ્વમાં તેઓ જાણીતા છે. તેઓનો કાર્યકાળ 3 વરસનો છે.