રણવીર સિંહ- દીપિકા પદુકોણ આગામી નવેમ્બર મહિનામાં લગ્ન કરી રહયા છે…

0
1342

સંજય લીલા ભણશાળી નિર્દેશિત ત્રણ સુપર- ડ઼ુપર હિટ ફિ્લ્મો રામ-લીલા, બાજીરાવ- મસ્તાની અને પદમાવતમાં એકસાથે અભિનય કરીને નામ અને નાણાં પ્રાપ્ત કરનારા પ્રતિભાશીલ સ્ટાર – કલાકાર રણજીત સિંહ અને દીપિકા પદુકોણ – એકમેકના ગળાડૂબ પ્રેમમાં હોવાની વાત તેમના ચાહકો સહિત મોટાભાગના સિનેરસિકો સારી રીતે જાણે છે. આ બન્ને કલાકારો હાલમાં પોતપોતાની રીતે ફિલ્મોનાં શૂટિંગમાં વ્યસ્ત છે. બોલીવુડના સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર,દીપિકા અને રણવીર આગામી નવેમ્બર મહિનામાં લગનના બંધનથી બંધાઈ જશે. નવેમ્બરના બીજા અને ત્રીજા સપ્તાહ દરમિયાન તેમના લગ્નના માંગલિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે. લગ્ન ભારતની બહાર વિદેશમાં ફ્રાંસ કે ઈટાલીમાં નિકટના સગાંસબંધીઓની હાજરીમાં કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું.