રણવીર સિંહના ચાહકો એની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે…

 

  રણવીર સિંહના ચાહકો એની ફિલ્મ હવે જલ્દીથી પ્રદર્શિત થાય એનો ઈંતેજાર કરી રહ્યા છે. ફિલ્મ બેન્ડ બાજા બારાતથી બોલીવુડમાં પંગદંડો જમાવનાર રણવીર એક પ્રતિભાશીલ કલાકાર છે. સંજય લીલા ભણશાળી નિર્મિત- દિગ્દર્શિત ફિલ્મો – ગોલીઓં કી રાસલીલાઃ રામલીલા , બાજીરાવ- મસ્તાની, પદમાવત તેમજ જોયા અખ્તરની  ગલી બોય  વગેરે ફિલ્મોમાં એનાં અભિનયના ફિલ્મ- વિવેચકો તેમજ પ્રેક્ષકોએ ભરપેટ વખાણ કર્યા હતા. મહાન ક્રિકેટર કપિલ દેવની કારકિર્દી ને પેશ કરતી ફિલ્મ 83, બનીને તૈયાર છે. કોરોના તેમજ લોકડાઉનને કારણે એ રિલિઝ થઈ શકી નથી. પહેલા તો એને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલિઝ કરવાની વાત ચર્ચાતી હતી,..પણ હવે એને થિયેટરોમાં પ્રદર્શિત કરવાનું નક્કી કરાયું છે.રણવીર સિંઙની ભૂમિકાવાળી બીજી ફિલ્મ છેઃ જયેશભાઈ જોરદાર. તેમની ત્રીજી ફિલ્મ છેઃ સરકસ, જેનું નિર્માણ – દિગ્દર્શન રોહિત શેટ્ટી કરશે. સરકસ એ ફિલ્મ અંગૂરની રિમેક છે. રણવીર સિંહ ચોથી જે ફિલ્મ કરી રહ્યો છે, તેની બહુ ચર્ચા ચાલી રહી છે. ગજની, હોલીડે, અકીરા જેવી ફિલ્મોના નિર્દેશક એ આર મુદગોરની ફિલ્મ માટે રણવીર સિંહની પસંદગી કરવામાં આવી હોવાનુ સત્તાવાર સમાચાર સૂત્રોએ જણાવ્યું હતું.