રણવીર સિંહના અભિનયની પ્રશંસા કરે છે અભિનેત્રી દીપિકા પદુકોણ

0
72
IANS

શાહરુખ ખાન સાથે ફિલ્મ ઓમ શાંતિ  ઓમમાં મુખ્ય હીરોઈનની ભૂમિકા ભજવીને બોલીવુડમાં પ્રવેશ કરવાર અભિનેત્રી દીપિકા પદુકોણ હાલમાં બોલીવુડમાં પ્રથમ શ્રેણીનાં અભિનેત્રી ગણાય છે. સંજય લીલા ભણશાળીની ફિલ્મો ગોલીઓ કી રાસલીલા- રામ-લીલા, બાજીરાવ -મસ્તાની અને પદ્માવતમાં રણવીર સિંહ અને દીપિકા સાથે ભૂમિકાઓ ભજવી હતી. તેમની  ફિલ્મોએ ટિકિટબારી પર ખૂબ સફળ નીવડી હતી. દીપિકા અને રણવીરની મૈત્રી અને અંગત સંબંધો વિશે અવારનવાર ચચાૅ થતી રહી છે. હાલમાં દીપિકાે પદ્માવત વિશે વાત કરતી વખતે રણવીર સિંહે ભજવેલી અલ્લાઉદી્ન ખીલજીની ભૂમિકાની મુક્તકંઠે પ્રશંસા કરતા કહ્યું હતું કે, રણવીર એક પ્રતિભાસંપન્ન કલાકાર છે . તેને ખીલજીના પાત્રને આત્મસાત કરીને પરદા પર અદભૂત રીતે પેશ કર્યું હતું. ખીલજીનો રોલ નેગેટિવ હોવા છતાં રણવીર સિંહના અભિનયનની પ્રેક્ષકોએ પ્રશંસા કરી હતી. એજ એના અભિનયની સફળતા પુરવાર કરે છે એમ દીપિકા પદુકોણે કહ્યું હતું.