રણવીર કપૂર અભિનિત બાયોપિક સંજૂએ એક સપ્તાહમાં 200 કરોડની આવક કરી લીધી … ટિકિટબારી પર ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહયો છે !!

0
754

 

સુનીલ દત્ત અને નરગીસના પુત્ર સંજય દત્તની ચિત્ર- વિચિત્ર અને ભાતીગળ જિંદગીના વિવિધ રંગોને રૂપેરી પરદા પર પેશ કરવાનું કામ નિર્દેશક રાજકુમાર હીરાનીએ કર્યુ અને સંજય દત્તના ચરિત્રને આત્મસાત કરી, એને અભિવ્યક્તિ આપી  યુવાન બહુમુખી પ્રતિભાસંપન્ન કલાકાર રણવીર કપુરે… ફિલ્મને પ્રેક્ષકો, વિવેચકો , આલોચકો અને ટિકિટબારીએ વધાવી લીધી..શરૂઆતથી જ સારી આવક નોંધાવી રહેલી આ ફિલ્મે માત્ર એક સપ્તાહમાં રૂા. બસો કરોડની કમાણી કરી લીધી હોવાના આધારભૂત સમાચાર પ્રાપ્ત થયા હતા.રાજકુમાર હીરાનીએ આ અગાઉ મુન્નાભાઈ એમબીબીએસ, લગે રહો મુન્નાભાઈ, થ્રી ઈડિયેટસ, પીકે જેવી પ્રેક્ષણીય ફિલ્મો આપી છે. એમાં એકનો વધારો થયો. સંજય દત્તના વ્યકિતત્વને તેમજ વિશાળ પ્રેક્ષકવર્ગને તેઓ કેટલા વફાદાર રહ્યા છે એ તો સુજ્ઞ પ્રેક્ષકો અવશ્ય જણી લેશે. પણ એક કલાકાર તરીકે પોતાની પ્રતિભાને પુન સાબિત કરવાનો અવસર અનુરાગ બાસુની ફિલ્મ બરફી અને ઈમ્તિયાઝ અલીની ફિલ્મ  રોકસ્ટાર બાદ રણવીર કપુરને મળ્યો એ વાતથી એના ચાહકો જરૂર ખુશ થવાના…