
મુંબઈઃ બોલીવૂડની સૌથી કયુટ જોડી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર લગ્નનાં બંધનમાં બંધાઇ ગયા છે. આ લગ્નને લઇને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. આલિયા રણબીરનાં લગ્ન પંજાબી વિધિસર કરવામાં આવ્યા હતા. ફિલ્મોમાં દુલ્હન અને દુલ્હાનો અભિનય કરનાર આ કપલ હવે રિલમાંથી રિઅલ લાઇફમાં પણ આ કિરદાર નિભાવશે. રણબીર કપૂર અને આલિયાના લગ્ન હાલ સંપન્ન થયા છે. બંને કપલ હવે ઓફિશિયલી પતિ પત્ની બની ગયા છે. આ લગ્નમાં અંબાણી પરિવારે પણ હાજરી આપી હતી. લગ્નમાં બોલિવૂડની જોડી કરિના કપૂર ખાન અને શૈફ અલી ખાન પણ નજરે પડયાં હતા. આ સિવાય કરણ જૌહર, નવ્યા નંદા, પુજા ભટ્ટ, મહેશ ભટ્ટ, રાહુલ ભટ્ટ પણ લગ્નમાં પહોંચી ગયા છે. આલિયાની માતા પુત્રીના લગ્નને લઇને ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. માતા સોની રાજદાન પોતાની પુત્રીના લગ્નમાં રેડી થઇને ફોટો પણ શેર કર્યો હતો. રણબીર કપૂર ક્રિષ્ણા કોટેજથી વાસ્તુ સુધી જાન લઇને જશે એવું આયોજન અગાઉ વિચારાયું હતું. બારાતમાં રિદ્ધિમા, કરીના, કરિશ્મા ઉપરાંત શ્વેતા નંદા, અયાન મુખજી સહિતની બોલિવુડ સેલિબ્રિટીઓ અને પરિવારના સભ્યો સાજનમાજન તરીકે મ્હાલવાના હતા. પરંતુ, આ લગ્નએ સોશિયલ મીડિયામાં ભારે ક્રેઝ ઊભો કર્યો હોવાથી લગ્ન સ્થળ બહાર પાપારાઝી ફોટોગ્રાફર્સ અને અન્ય ચાહકોનાં મોટાં ટોળાં જોવા મળી રહ્યાં હતા.