રણબીર કપુર- આલિયા ભટ્ટની ફિલ્મમાં શાહરુખ ખાન કેમિયો રોલ કરશે…

0
989

                        નિર્માતા- નિર્દેશક કરણ જોહરની અતિ મહત્વાકાંક્ષી ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે સિનેદર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, મૌની રોય, નાગાર્જુન બાદ હવે એક નવા કલાકારનો ઉમેરો કરવામાં આવ્યો છે- તેમનું નામ છે બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન. ગત વરસે એની ફિલ્મ ઝીરો ફલોપ થયા બાદ શાહરુખે એક પણ ફિલ્મ હજી સુધી સાઈન કરી નથી. સત્તાવાર સમાચાર અનુસાર, શાહરુખને ફિલ્મના નિર્દેશક અયાન મુખર્જીએ એના પાત્ર અંગે માહિતી આપી હતી. શાહરુખનને એ રોલ ખૂબ જ ગમી ગયો હતો, તેણે અયાનને આ રોલ કરવા માટે હા પાડી દીધી હતી.મળતી માહિતી અનુસાર, શાહરુખ ખાને ફિલ્મના શૂટિંગ માટે તારીખો પણ આપી દીધી હતી. 2019ના અંત સુધી શાહરુખ પોતાના રોલનું શૂટિંગ પૂરું કરી લેશે.