રક્ત શોધક – કારેલા

Dr. Rajesh Verma

સ્વાદમાં કડવાં કારેલાં, ગુણોની ખાણ હોય છે. અને એટલે જ પહેલાંના લોકો એમ કહેતા કે કારેલાંની ભાજી ને મહાદેવજી રાજી. આમ તો જોકે કડવાં હોવાથી ઘણી વાર વાતચીત દરમિયાન સંગવશ એવું પણ કહેવામાં આવે છે કે કરેલા ઔર નીમ ચઢા. આ રીતે ઉપેક્ષા ભાવથી જોવાય છે. છતાં પણ સ્વાદમાં કડવાપણું હોવા છતાં ગુણોથી ભરપૂર હોય છે અને અનેક રોગોમાં તેનું સેવન લાભપ્રદ સિદ્ધ થાય છે.
કારેલાંમાં રક્ત સાફ કરવાનો ગુણ હોય છે કેટલાંક દિવસ સુધી કારેલાંનું શાક ખાવાથી દૂષિત રક્ત સાફ થઈ જાય છે. તથા ખીલ-ફોલ્લીઓ વગેરે થતું નથી. આ ગુણના કારણે રક્તશોધક કહેવામાં આવે છે.
આમ કારેલાં ગરમ પ્રકૃત્તિના હોય છે. કારેલાં કૃમિનાશક, પાચક તથા રક્તશોધક છે. તેનુ વાનસ્પતિક નામ મોમોર્ડિકા કૈરેન્શિયા છે. કબજિયાત, ગેસ, મધુપ્રમેહ, કમળો વગેરે રોગોમાં લાભદાયક હોય છે. કારેલાંમાં રેસા હોય છે જે આંતરડામાં મળગતિ ક્રમને બનાવે છે અને કબજિયાત થવા દેતા નથી.
પ્રતિ 100 ગ્રામ કારેલાંમાં 0.06 મિલીગ્રામ થાયમિન (વિટામીન બી 1) 0.01 મિલીગ્રામ વિટામિન બીર (રાઇવોલેવિન) 0.4 મિલીગ્રામ નિયાસીન અને 1.0 મિલીગ્રામ વિટામીન સી (એસકાર્બિક અમ્લ) પણ હોય છે, જે શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે અત્યાવાશ્યક હોય છે.
રાસાયાણિક વિશ્લેષણ અનુસાર પ્રતિ 100 ગ્રામ કારેલાંમાં ઔસતન 0.4 ગ્રામ પ્રોટીન, 0.1 ગ્રામ વસા, 0.8 ગ્રામ રેસા તથા 3.ર ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ ઉપસ્થિત હોય છે. આ સિવાય કારેલાંમાં થોડીક માત્રામાં ખનિજ તત્ત્વ, જેમ કે કેલ્શિયમ, ફાસ્ફોરસ અને લોહ પણ જોવા મળે છે. કેલ્શિયમ તથા ફાસ્કોરસ આપણા હાડકાં અને દાંતને સ્વસ્થ રાખે છે. લોહ રક્ત નિર્માણમાં સહાયક હોય છે.
યકૃત માટે કારેલાંનો રસ અત્યંત લાભદાયક છે. રસના સેવનથી કમળાના રોગીને પણ લાભ થાય છે. આ યકૃત માટે ઉપયોગી છે કારેલાંનું શાક ખાવાથી પેટ સાફ રહે છે. કારેલાં ભૂખ વધારે છે અને પાચનશક્તિ સારી રાખે છે. કારેલાંના રસમાં કૃમિનાશક ગુણ હોય છે. એટલે આ રસ નાનાં બાળકો માટે બહુ જ લાભદાયક હોય છે. કારેલાં કિડની અને મૂત્રાશયની પથરીને બનતાં રોકે છે. કારેલાં મધુમેહના રોગી માટે વિશેષ લાભદાયક છે. આ રોગી માટે પ્રકૃતિનું વરદાન છે. કહેવામાં આવે છે કે, ત્રણ મહિના સુધી સતત કારેલાંનું સેવન કરવાથી શરીરમાં શર્કરાની માત્રા સંતુલિત થઈ જાય છે. દેવોના દેવ મહાદેવ કહેવાય તેમ શાકભાજીમાં કારેલાંના ગુણ વધારે હોવાથી શાકભાજીમાં કારેલાં ભાજી તો મહાદેવ રાજી તેમ કહેવાય છે. આવો, આપણે કારેલાંના કેટલાક મુખ્ય પ્રયોગો વિશે જાણીએ. ઔષધિ બનીને રોગ મુક્ત કરનાર કેટલાક પ્રયોગઃ
(1) બવાસીર જેવી ખતરનાક બીમારીમાં પણ કારેલાંનું સેવન લાભદાયક સિદ્ધ થાય છે. બવાસીરના રોગીને એક ગ્લાસ મઠ્ઠામાં કારેલાંનો રસ મિકસ કરીને સવારે પીવડાવો જોઈએ.
(ર) જલોદરની બીમારીમાં કારેલાંને છોલીને રસ કાઢી બે કે ચાર ચમચી રસ પ્રતિદિવસ પીવાથી યકૃત શોથ, શરીર અને પેટના પાણીનું પડી જાય છે અને મૂત્રમાં કે ઝાડાથી પાણી નીકળી જાય છે.
(3) કારેલાંનાં પત્તાંના રસમાં શુદ્ધ હળદર પીસીને થોડા પ્રમાણમાં આપતાં રહેવાથી શીતળા, ઓરી-અછબડામાં લાભ થાય છે.
(4) લીલાં કારેલાંનાં છીલકાં ઉતારી તેનો રસ કાઢી નેે, બે-બે ચમચી રસ દિવસમાં ર-3 વાર પીવાથી જૂનો મધુમેહ પણ મટી શકે છે.
(પ) કમળાના રોગીને ડુંગળી અને લીંબુના રસમાં કારેલાંનો રસ મિક્સ કરીને પીવડાવવાથી કમળાના રોગમાં લાભ કરે છે.
(6) કારેલાંનો રસ મધ સાથે લેવાથી સાંધાના દુઃખાવામાં લાભ મળે છે.
(7) એક કારેલું રપ0 ગ્રામ પાણીમાં પીસીને પંદર દિવસ સુધી નરણા કોઠે રોજ પીવાથી બધા જ પ્રકારના (હરસ) મસામાં ફાયદાકારક છે.
(8) શરીરમાં વારંવાર ફોલ્લા-ફોલ્લી થતાં હોય તો, એક કપ કારેલાંનો રસ ચૂનાના પાણીમાં મેળવીને પીવાથી લાભ થાય છે. શ્વાસ ફૂલવો, દમ અથવા શ્વાસસંબંધી કોઈ પણ અન્ય ફરિયાદમાં પણ કારેલાં ફાયદાકારક છે. કારેલાં શીતળતા આપે છે. પેટના કૃમિને પણ નષ્ટ કરે એવો એનામાં અદ્ભુત ગુણ હોય છે.
મધુમેહમાં કારેલાં બહુ જ ફાયદો કરે છે. મધુમેહના રોગીઓ કારેલાં અને કારેલાંના રસનું પણ સેવન કરવું જોઈએ. ઘણો જ લાભ થાય છે. કારેલાં રક્તશોધક હોય છે. રક્તની ગંદકી દૂર કરે છે. ચહેરાની કાંતિ વધે છે. ફોલ્લા-ફોલ્લી થતાં નથી. ચામડીના રોગોમાં રક્ષા કરે છે. કારેલાંનાં છીલકાં – કારેલાંનાં છીલકાં પીસીને પગના તળિયે લેપ કરવાથી બળતરામાં રાહત થઈ જાય છે. આ રીતે કારેલાં એક શાક હોવા છતાં તેને જે રૂપથી સેવન કરીએ તે રીતે પોતાના ગુણોનો ફાયદો આપે છે. કારેલાં કડવાં છે. શાક પણ છે અને ઔષધિ પણ છે. એટલે જ તો કહેવાય છે કે કડવી ભેાજ બિન પિયે મિટે ન તન કી તાપ. અમૂલ્ય, સસ્તી, સર્વસુલભ ઔષધિ પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here