રંગમંચ અને ફિલ્મના અભિનેત્રી આદરણીય શૌકત કૈફી આઝમીનું નિધન

0
2630


બોલીવુડના પીઢ અભિનેત્રી શબાના આઝમીનાં માતા શૌકત  કૈફી આઝમીનું શુક્રવારે 22 નવેમ્બરના મુંબઈમાં અવસાન થયું હતું. સદગતની વય 91 વર્ષની હતી. તેઓએ ઈપ્ટા- ઈન્ડિયન પિપલ્સ થિયેટર તેમજ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. શૌકત આઝમી લાંબા સમયથી  બીમાર હતાં.હિન્દી ફિલ્મો ગર્મ હવા, ઉમરાવ જાન, બાજાર વગેરેમાં તેણે પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. ખ્યાતનામ શાયર કૈફી આઝમી સાથે તેઓ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સહભાગી બન્યાં હતા. તેઓ ભારતીય સામ્યવાદી  પક્ષના સાંસ્કૃતિક વિભાગમાં પણ સક્રિય રહ્યાં હતાં. ઉર્દૂ કવિતા- વિશ્વની અધિકૃત વેબસાઈટ રેખ્તાએ ટવીટ કરીને જણાવ્યું હતું કે, અમે સૌકત આઝમીના અવસાનના સમાચાર જાણીને દુખની લાગણી અનુભવીએ છીએ. તેમનો પ્રભાવશાળી અભિનય દર્શકો હંમેશા યાદ રાખશે.