યોગી આદિત્યનાથ ફરીથી એવું  વિધાન કરી બેઠાં કે જેનાથી વિવાદ ઊભો થાય..

0
919

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તેમની તીખી અને ધમાકેદાર વકતૃત્વશૈલી માટે જાણીતા છે. કોંગ્રેસના નવજોત સિંહ સિધ્ધુ તેમની આક્રમક શૈલીમાં જયારે બયાન બાજી કરે છે ત્યારે શ્રોતાઓને પૂરતું મનોરંજન મળે છે. પરંતુ તેમના ભાષણોમાં વિવેક કે ભાષાની અદબ – બન્ને બિલકુલ હોતા નથી. વળી તેમના વકતવ્યો વધુ પડતા કપોલકલ્પિત લાગે તેવા હોય છે. કોઈ તર્ક  કે તથ્ય એમાં પ્રગટ થતું જ નથી. કદાચ યોગી આદિત્યનાથ પણ ઘણીવાર પ્રમાણ-ભાન અને પોતાના હોદા્ની ગરિમાને ભૂલીને વકતવ્ય આપતાં રહે છે. તેમણે તાજેતરમાં અલી- બજરંગબલીનું વિવાદસ્પજ નિવેદન કર્યું એટલે ચૂંટણી કમિશને એમને 48 કલાક સુધી ચૂંટણી પ્રચાર કરવા માટે મનાઈ ફરમાવી હતી. તેમના પર હવે પ્રચાર પ્રતિબંધ દૂર થયા બાદ તેમણે 19 એપ્રિલે પુન પ્રચારસભાને સંબોધતાં કહ્યું હતું કે, શું તમે બાબરના સંતાનોને દેશ સોંપવા માદો છો ?

આપ્રકારના ઉશ્કેરણીજનક પ્રચારથી જનમાનસ કલુષિત થતું રહે છે. સમાજમાં જાતિ અને ધર્મના નામે ભેદભાવ ઊભા કરીને રાજકીય પક્ષો લોકોના મત લેવા ઈચ્છે તે લોકતંત્ર માટે યોગ્ય નથી.