યોગી આદિત્યનાથનાી યોગી ઈફેક્ટ : લખનૌમાં વહીવટીતંત્રના અધિકારી હવે સમયસર ઓફિસમાં હાજર થઈ જાયછે..

0
814

નવાબોના શહેર લખનૌમાં સરકારી કચેરીઓમાં યોગી આદિત્યનાથની કડક હાથે કામ લેવાની પધ્ધતિની અસર દેખાઈ રહી છે. લખનૌના સચિવાલયમાં હવે અધિકારીઓ સમયસર પોતાની કાર્યવાહીનો પ્રારંભ કરી દે છે. સચિવાલયમાં હવે કોઈ અધિકારી કોઈપણ બહાનું કાઢીને ગેરહાજર રહેતાો નથી. સરકારી ઓફિસોમાં પાન મસાલા અને તમાકુનો ઉપયોગ કરવા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમાકુ કે ગુટકાના ઉપયોગ કરનારને 1000 રૂા.નો દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરમાં તમામ જાહેર સ્થળોએ અને સરકારી ઓફિસો ધરાવતી ઈમારતોમાં સાફ- સફાઈ પર ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.