યૂપીના મંત્રીએ મસ્જિદના લાઉડસ્પીકરો સામે વાંધો ઉઠાવ્યો, કોર્ટમાં અરજી કરીને કરી આ માગ

 

ઉત્તર પ્રદેશઃ બલિયામાં ભાજપના ધારાસભ્ય અને રાજ્યમંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ અજાન પર બલિયાની મસ્જિદના લાઉડસ્પીકર સામે વાંધો ઉઠાવ્યો છે. શુક્લાએ આ મામલે જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો છે. પત્રમાં રાજ્ય મંત્રીએ મસ્જિદમાં લાઉડ સ્પીકરથી અઝાન સામે વાંધો ઉઠાવ્યો છે. 

આનંદ સ્વરૂપ શુક્લાએ પોતાના પત્રમાં લાઉડ સ્પીકરોથી અજાનને કારણે અવાજ અને ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો છે. પત્રમાં તેમણે કહ્યું છે કે આનાથી લોકોની દિનચર્યા, વાંચન અને ભણવા પર અસર પડે છે. પત્રમાં તેમણે યોગ, ધ્યાન, પૂજા અને જાહેર કાર્યોમાં વિક્ષેપ અંગે પણ કહ્યું છે.

રાજ્ય મંત્રી આનંદ સ્વરૂપ શુક્લાએ પત્રમાં લખ્યું છે કે કોટવાલી શના વિસ્તાર હેઠળ આવતા કાજીપુરાની મદીના મસ્જિદ પાસે તેમના મત ક્ષેત્રમાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ છે. લાઉડ સ્પીકરોના અવાજને કારણે, તેમાં ભણતા વિદ્યાર્થીઓ વાંચનમાં ખલેલ પહોંચે છે. 

ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બલિયાને લખેલા પત્રમાં, શુક્લાએ મસ્જિદો પર સ્થાપિત લાઉડસ્પીકરો અંગે કોર્ટના આદેશનું પાલન કરવાની વાત કરી છે. શુક્લાના જણાવ્યા મુજબ, એ જોવું જોઈએ કે મસ્જિદોમાં લગાવવામાં આવેલા લાઉડસ્પીકરો ચોક્કસ સંખ્યામાં છે.