યૂક્રેન પર પરમાણુ હુમલાની આશંકા પુતિને ન્યુક્લિયર વોર ડ્રિલના આપ્યા આદેશ

 

યુક્રેનઃ યુક્રેન સાથે વધી રહેલા તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ‘ન્યુકિલયર વોર ઇવેકયુએશન ડ્રિલ’ના આદેશ આપ્યા છે. બ્રિટનના કેટલા મીડિયા અહેવાલોમાં ટેલિગ્રામ ચેનલોને ટાંકી આ દાવો કરવામાં આવ્યો છે કે એક તરફ રશિયા-યુક્રેન યુદ્ઘને સમાપ્ત કરવા માટે વાતચીત ચાલી રહી છે તો બીજી તરફ આ યુદ્ઘમાં પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવાના જોખમની આંશકા છે.

બ્રિટનના કેટલાક મીડિયા અહેવાલોએ ટેલિગ્રામ ચેનલોને ટાંકીન દાવો કર્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પરમાણુ યુદ્ઘ તરફ આગળ વધવાના સંકેત આપી રહ્યા છે. આ દાવો એટલા માટે કરાયો છે કારણકે પુતિને તેમની સેનાને ‘ન્યુકિલયર વોર ડ્રિલ’ માટે અભ્યાસ કરવાનો આદેશ આપ્યો છે. આટલું જ નહિ તેમણે સુરક્ષા માટે પોતાના પરિવારને સાયબેરિયા મોકલી દીધો છે. આ ‘ન્યુકિલયર વોર ડ્રિલ’ના અહેવાલોએ રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયના અધિકારીઓને સ્તધ્બ કરી દીધા છ.ે

પુતિનના નિર્ણયના પરિણામો કેટલા ભયંકર આવી શકે છે તે અંગે અધિકારીઓ સ્તબ્ધ છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે યુક્રેને યુદ્ઘના ૨૫ દિવસ પછી પણ હજુ સુધી શસ્ત્રો નીચે મૂકયા નથી, જેનાથી પુતિન નારાજ છે અને તેમણે તેને પડકાર માની લીધો છે. દાવા અનુસાર, ક્રેમલિનના વરિષ્ઠ રાજકીય વ્યકિતઓને પુતિને પોતે જ માહિતી આપી છે કે તેઓ પરમાણુ યુદ્ઘની તૈયારીમાં ‘ન્યુકિલયર વોર ડ્રિલ’માં ભાગ લેશે. પુતિનના પરિવારના સભ્યો વિશે વધુ જાણકારી નથી, પરંતુ રશિયા-યુક્રેન યુદ્ઘ શરૂ થયું ત્યારથી, અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે પુતિને તેના પરિવારના સભ્યોને સાયબેરિયાના તેહ અલ્તાઇ પર્વતોમાં એક હાઇ-ટેક ભૂગર્ભ બંકરમાં સ્થળાંતર કરી દીધા છે, જે સંપૂર્ણપણે ભૂગર્ભ શહેર છે. જેના પર પરમાણુ હુમલાની પણ અસર નથી થતી. પુતિન પાસે એક ખતરનાક યોજના તૈયાર છે અને તે કોઇ રહસ્ય નથી. પરમાણુ સંઘર્ષ માટે રશિયા પાસે ડૂમ્સડે પ્લેન છે જેનો ઉપયોગ પુતિન અને તેના નજીકના સાથીઓ દ્વારા પરમાણુ યુદ્ઘમાં કરવામાં આવશે. ડૂમ્સ ડે માટે એક સ્કાય બંકર પણ યોજના હેઠળ હતું, પરંતુ માનવામાં આવે છે કે તે હજુ તૈયાર થયું નથી. કેટલીક પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ વર્તમાન સ્થિતિઓ દ્વારા પુતિનના મગજનું વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરી રહી છે, જે મુજબ પુતિન પોતાની એક બંધ દુનિયામાં ફસાય ગયા છે, જયાં તે એકમાત્ર નિર્ણય લેનાર છે. અને તેઓ અન્ય દષ્ટિકોણથી સંપૂર્ણપણે અલગ છે.

યુક્રેન અને રશિયન સૈનિકો વચ્ચેની લડાઇ વધુને વધુ નિર્ણાયક બની રહી છે. આજે રશિયન મીડિયા સ્પુતનિકે દાવો કર્યો હતો કે, રૂસી સૈન્યદળોએ જિટોમિર વિસ્તારમાં યુક્રેની સેનાના એક પ્રશિક્ષણ કેન્દ્રને મિસાઇલથી નષ્ટ કરી દીધું હતું. જેમાં ૧૦૦થી વધુ યુક્રેની અને વિદેશી સૈનિકોના મોત નીપજયા છે. રૂસી રક્ષા મંત્રાલયની પ્રવકતા ઇગોર કોનાશેકોવે નિવેદન જારી કર્યુ હતું કે, આ જંગમાં રપમા દિવસે યુક્રેનને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. રૂસે જિટોમેર વિસ્તારમાં મિલિટરી ટ્રેનિંગ સેન્ટરમાં કરેલા મિસાઇલ હુમલામાં ૧૦૦થી વધુ યુક્રેની સૈનિકોના મોત નીપજયા છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના જંગનો રપમા દિવસે પણ અંત આવ્યો નથી. હજી સુધી બંને દેશો વચ્ચે કોઇ સમજૂતિ થવા પામી નથી. રશિયન દળોએ મારિયુપોલની એક સ્કૂલમાં કરેલા બોમ્બમારામાં અહીં શરણ લીધેલા લગભગ ૪૦૦ લોકોના મોત નીપજયા છે. યુક્રેને દાવો કર્યો હતો કે, આજે સવારે ૧૧ વાગ્યા સુધીમાં રશિયાના લગભગ ૧૪૭૦૦ સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનના સૈન્ટ ઇન્ટેલિજન્સે દાવા સાથે જણાવ્યું હતું કે, રશિયાના કુલીન દેશો સાથે આર્થિક સંબંધો બહાલ કરવા માટે પુતિનને સત્તાથી હાંકી કાઢવા પશ્ચિમી દેશો સાથે મળીને યોજના બનાવી રહ્યા છે. યુક્રેનના જનરલ સ્ટાફે દેશના પશ્ચિમી વિસ્તારમાં બેલારૂસ તરફથી હુમલાનો વધુ ખતરો હોવાની આશંકા વ્યકત કરી છે. બીજી તરફ ઝેલેન્સકીએ કહ્યું હતું કે, હું વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા તૈયાર છું, પરંતુ આ બેઠક અસફળ રહી તો તેનો મતલબ ત્રીજું વિશ્વયુદ્વ હોઇ શકે છે.