યુવાન ગાયક  આદિત્ય નારાયણ પોલીસની કસ્ટડીમાં – મોટરકારને રિકશા સાથે અથડાવી…

0
932
IANS

જાણીતા યુવાન અને પ્રતિભાશાળી ગાયક આદિત્ય નારાયણ આજકાલ વારંવાર મિડિયામાં ચમકતા રહે છે. ગત વરસે આદિત્યએ એરલાઈન્સના એક કર્મચારી સાથે અભદ્ર- અસભ્ય વર્તન કર્યું હતું. તેમની હરકત વિડિયોમાં નોંધાઈ હતી અને તેમના આવા અસંસ્કારી વર્તાવની લોકોએ ખૂબ ટીકા કરી હતી. તાજેતરમાં આદિત્ય નારાયણે મુંબઈમાં રસ્તા પર  લાપરવાહીથી કાર ચલાવીને રિકશા સાથે અથડાવી હતી. જેને કારણે રિકશાચાલક તેમજ રિકશામાં પ્રવાસ કરનારા યાત્રીને ઈજા થઈ હતી . વરસોવા પોલીસે આદિત્યની ધરપકડ કરીને તેની વિરુધ્ધ ઈન્ડિયન પીનલ કોડની કલમ 279 અને કલમ 338ની અંર્તગત કેસ દાખલ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.