યુરોપના અનેક દેશોમાં હીટવેવ, તાપમાન વિક્રમી સ્તરે પહોંચ્યું: ૮૬ શહેરોમાં રેડ એલર્ટ

 

બેઈજિંગ: ચીન અને પશ્ર્ચિમી યુરોપના અનેક દેશોમાં ગરમીનો પ્રકોપ ફેલાયો છે. ચીનની વ્યાવસાયિક રાજધાની શાંઘાઈ સહિત ૮૬ શહેરોમાં હીટવેવ અંગે રેડ એલર્ટ જાહેર કરાઈ છે જ્યારે પશ્ર્ચિમી યુરોપમાં સ્પેન તથા ફ્રાન્સમાં તાપમાનમાં વધારાની અસર છેક બ્રિટન સુધી અનુભવાઈ રહી છે. વધતા તાપમાનના કારણે બ્રિટન રાષ્ટ્રીય હીટવેવ ઈમર્જન્સી જાહેર કરવાની સ્થિતિમાં પહોંચી ગયું છે. ચીનમાં હાલ ગરમી એટલી પડી રહી છે કે રસ્તા તૂટી રહ્યા છે અને ઈમારતોની છત પીગળી રહી છે. તિવ્ર ગરમીના કારણે ૮૬ શહેરોમાં ત્રીજા સ્તરની રેડ એલર્ટ જાહેર કરાઈ છે. આશંકા વ્યક્ત થઈ રહી છે કે આગામી ૨૪ કલાકમાં શાંઘાઈ સહિતના શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રી સે.ને પાર થઈ શકે છે. બીજીબાજુ મધ્ય સ્પેનમાં તાપમાન ૪૩ ડિગ્રી સે. નોંધાયું છે અને તેની અસરથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં તાપમાન ૩૫ ડિગ્રી સે. સુધી પહોંચી ગયું છે, જેને પગલે અંબર હીટ ર્વોનિંગ જાહેર કરાઈ છે.