યુપીની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મુસ્લિમ શબ્દ કાઢી નાખવાની ભલામણ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સરકારી સમિતિ દ્વારા કરવામાં  આવી જેનો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

0
887
IANS

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી મુસ્લિમ શબ્દ કાઢી  નાખવાની ભલામણ કરતો સરકારી સમિતિનો પ્રસ્તાવ યુનિવર્સિટીના કુલસચિવ  જાવેદ અખ્તરે પાછો ઠેલ્યો હતો. તેમણે સરકારી સમિતિને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, વિશ્વવિદ્યાલયનું નામ આપણને એના ઈતિહાસ, ઉદેશ્ય અને ચારિત્ર્ય વિષે માહિતી આપે છે અને તેને યથાવત સ્થિતિમાં જાળવી રાખવો એ આપણું  સૌથી મોટું સંવૈધાનિક કર્તવ્ય છે.