યુનોના તબીબી નિષ્ણાતોએ ચેતવણી આપી છેકે, કોરોનાની મહામારી નજીકના ભવિષ્યમાં સમાપ્ત થવાની નથી . 

 

       આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે, ઓમિક્રોન વેરિયેન્ટ એ કોરોનાનું આખરી સ્વરૂપ નથી. આ વાયરસની ઘાતક અસર કેટલી હદે થાય છે તે એની સંક્રમકતા ઉપર નિ્ર્ભર રહેશે. કોવિડૃ 19ની સ્થિતિ પર પોતાનું વકતવ્ય આપી રહેલા અમેરિકન વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે, આ મહામારીના આગામી અસર કે ત્યારબાદ આવનારી સ્થિતિ અંગે કશું પણ અનુમાન લગાવી શકાય એમ નથી. પરંત મને એવું લાગી રહ્યું છે કે લોકોને કાયમ માસ્ક નહિ પહેરવો પડે. ઓમિક્રોન ઝડપથી ફેલાય છે પરંતુ એ જીવલેણ નથી. જયારે મને આશા છે કે હાલ તો હાલત આવી જ રહેશે. જોકે ઘણુખરું આવનારા સમયમાં ઉપસી રહેલા વાયરસના નવા સ્વરૂપ પર નિર્ભર કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મહામારીને અંગે લોકોમાં અનેક પ્રકારની ભ્રામક માહિતીઓ પ્રસરી રહી છે, પરંતુ હાલમાં તો દરેક વ્યકતિ માટે એ કહેવું અતિ મુશ્કેલ છે કે , આ બધું કયાં સુધી ચાલુ રહેશે અને તેના આવનારા પરિણામ  કેવા રહેશે.