યુનિમોની એશિયા કપ સાથે હોટસ્ટાર પર 160 દિવસના ક્રિકેટનો પ્રારંભ

ન્યુ યોર્કઃ યુનિમોની એશિયા કપ સાથે હોટસ્ટાર ઉપર 160 દિવસની ક્રિકેટની સિઝનનો આરંભ થયો છે. ટુર્નામેન્ટની શરૂઆત દુબઈમાં 15મી સપ્ટેમ્બરે બાંગલાદેશ – શ્રીલંકા મેચ સાથે થશે. આ સ્પર્ધામાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગલાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ ભાગ લેશે. ગ્રુપ પ્લે મેચમાં ભારત-પાકિસ્તાન 19મી સપ્ટેમ્બરે ટકરાશે. ભારત, પાકિસ્તાન, હોંગકોંગ ગ્રુપ એમાં છે. ગ્રુપ બીમાં શ્રીલંકા, બાંગલાદેશ, અફઘાનિસ્તાન છે. બન્ને ટીમો બન્ને ગ્રુપમાંથી ક્વોલીફાય થઈને સુપર ફોરમાં જોડાશે. ટુર્નામેન્ટની ફાઇનલ 28મી સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે.
હોટસ્ટાર યુનિમોની એશિયા કપનું સત્તાવાર ડિજિટલ પાર્ટનર છે. હોટસ્ટાર પર આગામી વર્ષ 160 દિવસ દરમિયાન ક્રિકેટનું પ્રસારણ થશે. ઓક્ટોબરમાં પેટીએમ ભારત – વિન્ડીઝ સિરીઝ રમાશે. આ પછી આઈસીપી વિમેન્સ વર્લ્ડ ટી-20 નવેમ્બરમાં રમાશે. પેટીએમ ભારત – ઓસ્ટ્રેલિયા સિરીઝ ફેબ્રુઆરી 2019માં, વીવો આઇપીએલ એપ્રિલ 2019માં, આઇસીસી વર્લ્ડ કપ મે 2019માં રમાશે. સ્ટાર ઇન્ડિયામાં હોટસ્ટાર ઇન્ટરનેશનલ એન્ડ સ્ટ્રેટેજીના પ્રેસિડેન્ટ ઇપ્સીતા દાસગુપ્તાએ જણાવ્યું હતું કે અમેરિકામાં હોટસ્ટારને એક વર્ષ થયું છે, જેનો આનંદ છે.