યુગાન્ડામાં ફરી એકવાર હિંસા- ગુજરાતીઓના જીવ પડીકે બંધાયા …

0
763
Reuters

યુગાન્ડામાં ફરી એકવાર હિંસાનું વાતાવરણ સર્જાયું હતં. અહીં યુગાન્ડામાં સખત તંગદિલી પ્રવર્તી રહી હોવાનું જાણવા મળ્યું હતું. આથી યુગાન્ડામાં વસનારા ભારતીયોમાં ભય વ્યાપી ગયો હતો.આશરે એક લાખથી વધુ ગુજરાતીઓ યુગાન્ડામાં વસવાટ કરી રહ્યા છે. અહીં બીજીવાર આવી હિંસા ફાટી નીકળવાને કારણે ગુજરાતી સમુદાય ચિંતામાં પડી ગયો છે. યુગાન્ડામાં રાષ્ટ્રપ્રમુખના વિરોધમાં હિંસા ફાટી નીકળી છે. મળેલી માહિતી પ્રમાણે, હિંસાની ઘટનાઓમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.જોકે આધારભૂત માહિતી સૂત્રોના જણાવ્યા અનુસાર, અહીં યુગાન્ડામાં વસનારા ગુજરાતીઓ સુરક્ષિત છે.