યુક્રેન સાથેની વાતચીત નિષ્ફળ : રશિયાની ન્યુક્લિયર મિસાઇલ ફાયરિંગ મોડમાં

 

 

રશિયાઃ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત હાલ તો દેખાઇ રહ્યો નથી. બન્ને દેશોએ જ્યારે બેલારૂસ – યુક્રેન સરહદે વાતચીત કરવાનું નુક્કી કર્યું તો એવું લાગ્યું કે આ બેઠકમાં કોઇ સકારાત્મક નિર્ણય લેવાશે અને યુદ્ધનો અંત આવી જશે. પરંતુ બન્ને દેશો વચ્ચે ત્રણ કલાક સુધી ચાલેલી બેઠકમાં કોઇ પરિણામ ન આવતા હવે યુદ્ધના અંતની આશા ધૂંધળી બની ગઇ છે. જોકે બન્ને દેશો વચ્ચે ગુરુવારે ૩ માર્ચના મંત્રણાનો બીજો દોર શરૂ થઈ રહ્યો છે. 

દરમિયાન યુક્રેન પર ૧૬ કલાકમાં કબજો કરવાનું સપનું ધ્વસ્ત થતાં જોઇ રાષ્ટ્રપતિ વ્લાદમિર પુતિને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો પ્લાન બનાવ્યો છે. રશિયન મીડિયા એજન્સી સ્પૂતનિકે આ વાતની પુષ્ટિ કરી છે. એટમી કમાન્ડવાળા યુનિટની રજાઓ રદ કરી દેવાઇ છે અને તેમને હુમલાની તૈયારીઓ કરવાનો આદેશ પણ આપી દીધો છે. રક્ષા મંત્રી સર્ગેઇ શોઇગ્યુએ પુતિનને હુમલાના પ્લાનની સંપૂર્ણ જાણકારી આપી. તમામ ન્યુક્લિયર મિસાઇલ ફાયરિંગ મોડમાં છે. જોકે હવે આ યુદ્ધ વિશ્વયુદ્ધમાં પરિવર્તિત થઇ જાય એવા એંધાણ વર્તાવા લાગ્યા છે. એક તરફ બેલારૂસે રશિયાની સેનાઓ સાથે જંગમાં ઉતરવાની વાત કહી છે તો બીજી તરફ યુક્રેનને લાતવિયાનું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. લાતવિયાની સંસદમાં એકમતથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે કે જો તેના નાગરિકો યુક્રેનની મદદ માટે યુદ્ધમાં ઉતરવા માગતા હોય તો તેમને તેની અનુમતિ છે. લાતવિયાની સંસદની ડિફેન્સ, હોમ અફેયર્સ કમિટીના ચે ૨ મેન જુરિસ રૈનકેનિસે કહ્યું કે, અમારા નાગરિકો જો યુક્રેનની મદદ કરવા માગતા હોય અને જેઓ વોલંટિયર તરીકે કામ કરવા માગતા હોય તો તેમને છૂટ છે. જો તેઓ આમ કરે છે તો યુક્રેનની આઝાદીની રક્ષા કરી શકાશે.

લાતવિયા નાટો સંગઠનનો ભાગ છે અને એક સમયે સોવિયત સંઘનો હિસ્સા રહી ચૂક્યું છે. એવામાં તેની આ જાહેરાત મહત્વની બની જાય છે અને જો રશિયા તરફથી લાતવિયા પર કોઇ પણ પ્રકારનો હુમલો કરવામાં આવે છે તો પછી નાટો દેશ પણ જંગમાં ઉતરી શકે છે. જો આમ થાય છે તો આ વિશ્વ યુદ્ધની શરૂઆત સમાન હશે. યુક્રેન અને રશિયા વચ્ચે આઠ દિવસથી ચાલી રહેલ યુદ્ધ અત્યાર સુધી બેતરફી રહ્યું છે પરંતુ બેલારૂસ અને લાતવિયાની જાહેરાતોએ ચિંતાઓ વધારી દીધી છે. દરમિયાન યુક્રેનમાં ઝડપથી પલાયન થઇ રહ્યું છે. લોકો પોતાના ઘરોને છોડીને પોલેન્ડ, હંગરી જેવા દેશોની વાટ પકડી રહ્યાં છે. અત્યાર સુધી ૩.૫૦ લાખ લોકો બેઘર થઇ ચૂક્યા છે. બીજી તરફ આ યુદ્ધને લઇને રશિયા અને તેના સમર્થકો પર આંતરરાષ્ટ્રીય જમાત વધુ આક્રમક બની રહી છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ રશિયા – બેલારૂસના એથેલીટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો આ તરફ યુક્રેને દાવો કર્યો છે કે આ લડાઇમાં અત્યાર સુધીમાં લગભગ ૫૩૦૦ રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનની સેનાએ લગભગ ૧૫૧ ટેન્ક, ૨૯ એરક્રાફ્ટ અને ૨૯ હેલિકોપ્ટરોને નષ્ટ કર્યા છે.

રશિયા અને યુક્રેન વચ્ચે સૈન્ય યુદ્ધ જારી છે. આ સાથે જ બન્ને દેશો વચ્ચે સાયબર યુદ્ધ પણ લડાઇ રહ્યું છે. અહેવાલો સામે આવ્યા છે કે રશિયાની સમાચાર એજન્સી ૨ અફફ હેક થઇ ગઇ છે. એક અનામ હેકર ગ્રુપે તેને હેક કરવાનો દાવો કર્યો છે. એટલું જ જ ણાવવામાં આવી રહ્યું છે કે રશિયાની અન્ય મીડિયા સંસ્થાઓ અને બેલારૂસ પ્રકાશન પણ પ્રભાવિત થયા છે. રશિયા અને યુક્રેનમાં યુદ્ધ વચ્ચે આ પહેલી વાર નથી જ્યારે સાયબર યુદ્ધનો મામલો સામે આવ્યો હોય. આ પહેલા રશિયા પર સતત યુક્રેન પર સાયબર હુમલા કરવાના આરોપો મૂકાતા રહ્યાં છે. તાજેતરમાં જ રશિયા પર યુક્રેનની અનેક સ ૨ કારી વેબસાઇટો હેક કરવાનો આરોપ મૂકાયો હતો. 

 

યુક્રેન પર જારી હુલમાઓ વચ્ચે રશિયાએ અનેક દેશોની એરલાઇનોની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. રશિયાએ જાહેરાત કરી છે કે તે પોતાના વિમાનો પર અનેક પ્રતિબંધોના જવાબમાં બ્રિટન અને જર્મની સહિત ૩૬ દેશોની એરલાઇન્સની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. મોસ્કોનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે રશિયન એરલાઇન્સ હવે મોટાભાગના યુરોપીયન દેશોની સાથે – સાથે કેનેડાના હવાઈ વિસ્તારમાં પ્રવેશ કરવામાં અસમર્થ છે. પ્રતિબંધિત કરાયેલ એરલાઇન્સ માત્ર એક વિશેષ પરિમટ સાથે જ રશિયાના હવાઇ વિસ્તારમાં પ્રવેશ કરી શકશે. 

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીની હત્યા ક ૨ વા માટે ૪૦૦ રશિયન આતંકીઓને આફ્રિકાથી બોલાવીને કીવ મોકલવામાં આવ્યા છે. બ્રિટનના અખબાર ડેલી મેલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ પર વેગ્નર ગ્રુપ નામના ખાનગી આતંકી સંગઠનના લોકોને આ કામ સોંપવામાં આવ્યું છે. બ્રિટિશ અખબાર ટાઇમ્સ અનુસાર જેલેંસ્કીની સાથે જ તેમની સરકારના ૨૩ અન્ય સરકારી કર્મચારીઓની પણ હત્યા કરવાનું કાવતરૂ રચવામાં આવ્યું છે. આમ કરવાથી રશિયાને પૂર્વીય યુરોપીયન પાડોશી યુક્રેન પર કબજો કરવામાં સરળતા રહેશે. કથિત રીતે ભાડાની સેનાના ચલાવનાર એલીટ લડાકુ યેવગેની પ્રિગોજિન છે. તે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના અત્યંત નિકટ હોવાની સાથે સામાન્ય રીતે પુતિનનો શેફ કહેવાય છે. 

યુક્રેન પર સશિયાના હુમલાએ દુનિયાને બે ભાગમાં વહેંચી દીધી છે. એક તરફ ભારત જેવો દેશ તટસ્થ રહેવાના પ્રયાસમાં છે તો બીજી તરફ ચીન અને પાકિસ્તાને પણ અંતર જાળવી રાખ્યું છે. તદુપરાંત અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવા પશ્ચિમી અને યુરોપિયન દેશો ખુલીને રશિયાની વિરૂદ્ધમાં પડ્યાં છે. તેમાંથી અનેક દેશોએ યુક્રેનને સૈન્ય હથિયારો ઉપલબ્ધ કરાવવાથી લઇને અન્ય મદદ આપવાની વાત કહી છે. નાટો ચીફે યુક્રેનને એન્ટી ટેન્ક હથિયારો અને મિસાઇલ આપવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી રશિયા વિરૂદ્ધ ૨૧ દેશોએ બ્લોક બનાવ્યો છે અને યુક્રેનને મદદની જાહેરાત કરી છે.