યુક્રેન રાષ્ટ્ર્રપતિનો દાવોઃ ઍકત્રીસ હજારથી વધુ રશિયન સૈનિકો મર્યા

 

યુક્રેનઃ યુક્રેન અને રશિયા વચ્ચે જે યુદ્ધ છેડાયું છે તેને ૧૦૦થી પણ વધુ દિવસ થઈ ગયા છે. આ દરમિયાન બંને દેશે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. આમ છતાં જે રીતે ટચૂકડું યુક્રેન જાયન્ટ રશિયાને ટક્કર આપી રહ્નાં છે તે જોઈને દુનિયા પણ સ્તબ્ધ છે. રશિયા આટલું દમદાર હોવા છતાં તેણે ખુબ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીઍ તો દાવો કર્યો છે કે યુદ્ધમાં રશિયાના અત્યાર સુધીમાં ૩૧ હજાર જેટલા સૈનિકો માર્યા ગયા છે. 

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીનો દાવો છે કે યુક્રેનમાં રશિયાના ૩૧ હજારથી વધુ સૈનિકો માર્યા ગયા છે. તેમણે કહ્નાં કે ૨૪મી ફેબ્રુઆરીથી છેડાયેલા આ યુદ્ધમાં રશિયાના રોજેરોજ ૩૦૦ સૈનિકો માર્યા જાય છે. જેલેન્સ્કીઍ વધુમાં કહ્નાં કે યુક્રેનમાં આગલી હરોળની સ્થિતિમાં કોઈ મહત્વપૂર્ણ પરિવર્તન થયું નથી. ડોનબાસની રક્ષા કરવામાં આવી રહી છે. હોટ સ્પોટ તે જ  છે. તેમણે કહ્નાં કે રશિયાને વિશ્વાસ જ નહતો કે અમારા સૈનિકો આટલો મજબૂત સામનો કરશે જે અમે સ્પષ્ટપણે મહેસૂસ કરી શકીઍ છીઍ. તેઓ હવે ડોનબાસ બાજુ વધારાના સૈન્ય સાધનો તૈનાત કરવાનો પ્રયત્ન કરી રહ્ના છે. જેવુ તેઓ ખેરસોનમા કરી રહ્ના છે તેવું જ તેઓ અમારા કામ પર કાબૂ મેળવવા માટે  રહ્ના છે. યુક્રેની રાષ્ટ્રપતિઍ સોશિયલ મીડિયા પર દેશ નામે કરેલા સંબોધનમાં આ વાતો કરી. તેમણે ઍમ પણ કહ્નાં કે અમે આઝાદ લોકો છીઍ અમે તમારા ગુલામ નથી. તેમણે કહ્નાં કે જે રીતે પૂર્વ ડોનબાસમાં યુદ્ધ ચાલુ છે. છેલ્લા ૨૪ કલાકમાં સ્થિતિમાં કોઈ મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો નથી. કારણ કે યુક્રેની સેના સિવિઍરોડોનેટ્સક અને લિસિચન્સ્ક શહેરોનું રક્ષણ કરવા માંગે છે. 

નોîધનિય છે કે આ અગાઉ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીઍ ફાઈનાન્શિયલ ટાઈમ્સ સંમેલન દરમિયાન ભારપૂર્વક કહ્નાં હતું કે યુક્રેને યુદ્ધના મેદાનમાં રશિયાને હરાવવાની જરૂર છે. તેઓ હજુ પણ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે શાંતિ વાર્તા માટે તૈયાર છે.