યુક્રેન અંગે ભારતે મતદાન ન કર્યુ અમેરિકાનાં દબાણ છતાં ફ્રાન્સને ટેકો 

 

યુનો: ફ્રાન્સ અને યુક્રેન વચ્ચે વધી રહેલ તંગદિલી વચ્ચે સંયુક્ત રાષ્ટ્રોની સુરક્ષા પરિષદમાં ચર્ચા કરવાની માગણી સંબંધી નોટિસમાં ભારતે ભાગ લેવાનો ઈનકાર કરી દીધો હતો. આ સાથે ભારતે જણાવ્યું હતું કે અત્યારે સમય શાંત અને રાજનૈતિક કૂટનીતિ માટેનો છે. આથી આંતર-રાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાનાં હિતમાં, દરેક પક્ષોએ તણાવ વધે તેવા કોઈ પણ પગલાંથી દૂર રહેવું અત્યંત જ‚‚રૂરી છે. ભારતે આ વલણ ફ્રાન્સ-વિરોધી વલણ લેવા માટે અમેરિકાએ કરેલા દબાણ છતાં પણ લીધું હતું. વાસ્તવમાં, સંયુક્ત રાષ્ટ્ર-સુરક્ષા પરિષદમાં ‚સ-યુક્રેન વિવાદ અંગે થનારી બેઠક પૂર્વે મતદાન માંગવામાં આવ્યું હતું. આ ખાસ બેઠકમાં અમેરિકાનાં અનુરોધથી બોલાવવામાં આવી હતી. જેમાં ફ્રાન્સ અને ચીને પરિષદમાં રજૂ થયેલા યુક્રેન-ચર્ચા સંબંધી પ્રસ્તાવની ગણતરીએ વિરુદ્ધ મતદાન કર્યું હતું તો બીજી તરફ ભારત, ગેબોન અને કેન્યાએ ભાગ લીધો જ ન હતો. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ સહિત અન્ય સભ્યોએ આ બેઠક આગળ ચલાવવા મતદાન કર્યું હતું. ભારત તરફથી તેના કાયમી પ્રતિનિધિ ટી. એસ. તિ‚મૂર્તિએ જણાવ્યું હતું કે, એક એવું સમાધાન શોધવું જોઈએ કે જે દરેક દેશોનાં સુરક્ષા હિતોને ધ્યાનમાં રાખી તણાવ તત્કાલ દૂર કરે. વાસ્તવમાં રચનાત્મક કૂટ-નીતિ રાજદ્વારી કાર્યવાહી તે આ સમયની માંગ છે. આથી દરેક પક્ષોએ તણાવ વધે તેવાં પગલાંથી દૂર રહેવું જોઈએ.