યુક્રેનમાં હાલ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગૂગલ મેપની કેટલીક સેવાઓ કામ નહિ કરે 

Google. (File Photo: IANS)

આલ્ફાબેટ ઇન્કએ જણાવ્યું હતું કે કેટલીક ગૂગલ મેપ સેવાઓ, જે ટ્રાફિક અને સૌથી વ્યસ્ત સ્થળો વિશે જીવંત માહિતી પ્રદાન કરે છે, તે હવે યુક્રેનમાં કામ કરશે નહી. કંપનીએ કહ્યું કે તેણે સ્થાનિક સત્તાવાળાઓ અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી યુક્રેનના લોકોની સલામતી માટે ગૂગલ મેપ ટ્રાફિક સ્તર અને જીવંત માહિતી સેવાઓને અસ્થાયી રૂપે સક્ષમ કરી દીધી છે. આ સેવાઓ હવે યુક્રેનમાં રેસ્ટોરાં અને ટ્રાફિક વિશે લાઇવ માહિતી પ્રદાન કરશે નહી. જો કે, ગૂગલ મેપની સેવા વાહન ચલાકો માટે નવી સુવિધાઓ અને કેટલીક શરતો સાથે ઉપલબ્ધ રહેશે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે ગૂગલ સહિત અન્ય દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓએ આ ક્ષેત્રના યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નવા ફીચર્સ લાવવાની જાહેરાત કરી છે. સંશોધકો યુદ્ધની માહિતીને સાર્વજનિક કરવા માટે ઓનલાઇન સેવાઓ અને ઇન્ટરનેટ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. કેલિફોર્નિયામાં મિડલબરી ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના પ્રોફેસરે કહ્યું કે જયારે તેણે ગૂગલ મેપ્સની મદદ લીધી તો તેણે એવી જગ્યા પર ટ્રાફિક જામ વિશે માહિતી આપી જયાં વાસ્તવમાં રશિયન સૈનિકો કૂચ કરી રહ્યાં હતા. રશિયા દ્વારા હુમલા બાદ ઇન્ટરનેટ સેવામાં વિક્ષેપને કારણે યુક્રેનમાં સર્જાયેલી કટોકટી ટેક જગતના પ્રખ્યાત નામ અને વિશ્વના અમીર વ્યકિત એલોન મસ્ક દ્વારા ઉકેલાઈ ગઇ છે. મસ્ક તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સિસ્ટમ સ્ટારલિંક પરથી યુક્રેનમાં ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે. અલ જઝીરાએ અહેવાલ પ્રમાણે સ્પેસએકસના માલિક મસ્કએ જણાવ્યું છે કે સ્ટારલિંકની બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા યુક્રેનમાં ઉપલબ્ધ છે.