યુક્રેનમાં યુદ્ધથી પ્રભાવિત બાળકોની મદદ માટે રશિયન પત્રકારે નોબેલ પુરસ્કારની કરી હરાજી

 

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્નાં છે. યુક્રેનમાં ભારે તબાહી વચ્ચે મોટી સંખ્યામાં લોકોનું પલાયન થયું છે. યુક્રેનમાં યુદ્ધથી બાળકો ખુબ પ્રભાવિત થયા છે. આ વચ્ચે રશિયાના પત્રકારે યુક્રેનમાં બાળકોની મદદ કરવા માટે પોતાના નોબેલ પુરસ્કારની હરાજી કરી દીધી છે. રશિયાના પત્રકાર દમિત્રિ મુરાતોવે શાંતિ માટે મળેલા નોબેલ પુરસ્કારની હરાજી કરી દીધી છે. રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન પત્રકાર અને સ્વતંત્ર સમાચાર પત્ર નોવાયા ગજેટાના મુખ્ય ઍડિટર રહેલા દમિત્રિ મુરાતોવે યુક્રેનમાં યુદ્ધથી વિસ્થાપિત બાળકોની મદદ માટે પોતાના નોબેલ શાંતિ પુરસ્કારના ગોલ્ડ મેડલને ૧૦૩.૫ મિલિયન ડોલરમાં હરાજી કરી છે. ઍક ઈન્ટરવ્યૂ દરમિયાન વરિષ્ઠ પત્રકારે કહ્ના કે તે વિશેષ રૂપથી તે બાળકો માટે ચિંતિત છે જે યુક્રેનમાં જંગ દરમિયાન અનાથ થયા છે. તેમણે કહ્નાં કે અમે તેનું ભવિષ્ય પરત આપવા ઈચ્છીઍ છીઍ