યુક્રેનને મળતી વિદેશી મદદ અને માર્ગદર્શન રશિયા માટે મુશ્કેલી ઉભી થઇ કરે છે

 

મોસ્કા: રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરી ત્યારે દુનિયા અચંબામાં પડી ગઇ હતી. રશિયા એક સિમિત કાર્યવાહી કરીને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેસ્કીને પદભ્રષ્ટ કરીને રશિયા સમર્થક સરકાર બનાવશે, પરંતુ એમ થઇ શકયું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિને પણ યુદ્ધની શ‚આતમાં સત્તા પરીવર્તન પર જ ભાર મુકયો હતો એ વાતને ૬ મહિના થયા છે. રશિયા કરતા ખૂબ વામણા યુક્રેનને રશિયા ખુંવાર કરી શકયું છે, પરંતુ ઝુકાવી શકયું નથી. અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનનું માનવું છે કે આ હુમલામાં ૭૦થી ૮૦ હજાર રશિયન સૈનિકો ખુંવાર થયા છે. આ ખુંવારી વિશ્ર્વયુદ્ધ પછી સૌથી વધારે છે. યુક્રેન યુરોપિયન દેશો અને અમેરિકાના શસ્ત્રબળ અને મદદથી ટકી ગયું છે. આ મદદનો પ્રવાહ જયાં સુધી અવિરત વહેતો રહેશે ત્યાં સુધી રશિયા માટે મુશ્કેલીઓ ઓછી થવાની નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમેર ઝેલેસ્કી પોતાની પૂર્વ કારર્કિદીમાં નાટક અને થિએટર કલાકાર હતા. ત્યાર પછી નવા નિશાળિયાની જેમ રાજકારણમાં પ્રવેશ કરી દેશ સંભાળ્યો. તેમને દુનિયા કોમેડિયન તરીકે ઉતારી પાડતી હતી પરંતુ  ૬ મહિના પછી તે એક સશકત, બાહોશ અને અભય લિડર તરીકે ઓળખે છે. લોકોમાં દેશભકિત ભરી દિધી અને સિમિત સાધનોથી મહાસત્તા રશિયાને પાટનગર કીવથી દૂર રાખ્યું છે. છેવટે રશિયાએ ખુવારીના ડરથી સ્ટ્રેટેજી બદલીને રશિયા સમર્થક વિદ્રોહીઓનો ગઢ ગણાતા ડોનબાસ આસપાસ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. યુક્રેન જે રીતે પોતાની ભૂમિ પર લડત આપી રહ્યું છે તે જોતા હજુ યુદ્ધવિરામ દૂર લાગે છે.  બંને દેશો મંત્રણાના મેજ પર અનેક વાર આવ્યા છે, પરંતુ કાયમી શાંતિ સ્થપાતિ નથી. ન્યૂકલિઅર હથિયારોથી દુનિયાના વિનાશનું કેટલું જોખમ છે એવું યુક્રેન યુદ્ધમાં સાબીત થયું છે. યુનાઇટેડ નેશનનું માનવું છે કે આ એક એવું યુદ્ધ છે જેનું પરીણામ આવી શકે તેમ નથી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ દુનિયાનું દિલ જીતી લીધું છે તો રશિયાના પુતિને પણ પાછી પાની કરી નથી. યુરોપિયન દેશ જર્મની માને છે યુક્રેનનું યુદ્ધ રશિયા સાથે ચાલે છે તેના નાગરિકો સાથે નહી. યુક્રેનના લાખો શરણાર્થીઓ દેશમાં પાછા ફરવાની રાહ જોઇ રહ્યાં છે. યુક્રેનનું અર્થતંત્ર યુદ્ધથી ધરાશયી થયું છે. કોઇ કાળે યુદ્ધ પોષાય તેમ નથી, પરંતુ યુક્રેનના હિત અહિત હવે પશ્ર્ચિમી દેશોની મદદ અને મહેરબાની સાથે જોડાયા હોવાથી યુદ્ધ પેચિંદુ અને જટિલ બન્યું છે.