યુક્રેનના ખારકીવ શહેરમાં ક્લસ્ટર બોમ્બ હુમલો : ૧૧ના મોત

 

 

ખારકીવ શહે ૨ ૫૨ ક્સ્ટર બોમ્બ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૧ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. અમેરિકામાં યુક્રેનના રાજદૂતે પુતિનની સેના પર કીવ પર આખી રાત દરમિયાન પ્રતિબંધિત થર્મોબેરિક બોમ્બનો ઉપયોગ કર્યો હોવાનો પણ આરોપ મૂક્યો. આ યુક્રેન પર રશિયાના આક્રમણનું નવું રૂપ હતું જેને શરૂઆતમાં મુખ્ય લક્ષ્યો અને પ્રાથમિક માળખાને ધ્વસ્ત કરવાની પોતાની પ્રારંભિક યોજનામાં ભારે નિષ્ફળતા મળી હતી. હવે યુદ્ધે એક નવા ચરણમાં પ્રવેશ કરી લીધો છે જેનો ઉદ્દેશ્ય ખાકીવ, કીવ, મારિયુપોલ, સુમી અને ખે ૨ સોન જેવા શહેરોને ઘે ૨ વાનો છે જેમણે અત્યાર સુધી જોરદાર વળતો જ વાબ આપ્યો છે. રશિયાની સેનાએ અહીં હથિયારો અને બોમ્બનો બિલકૂલ એ જ તર્જ ૫૨ ઉપયોગ કર્યો જે રીતે સીરિયામાં તાનાશાહ બશર અલ અસદ વિરૂદ્ધ લડનારા વિદ્રોહી શક્તિઓ વિરૂદ્ધ કર્યો હતો. 

બીજી તરફ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કીવ ૫૨ રશિયન સેનાનો ભયંકર હુમલો થશે. બેલારૂસમાં સોમવારે બન્ને દેશો વચ્ચેની વાતચીત નિષ્ફળ રહી. દરમિયાન રશિયાએ પરમાણુ ટ્રાયલની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ આશંકા નવી ઊંચાઇઓએ પહોંચી ગઇ કારણ કે ઉપગ્રહ ઇમેજથી જાણવા મળ્યું છે કે રાજધાની તરફ જતા રશિયન સૈન્ય વાહનોની એક કોલમ વાસ્તવમાં ૬૪ કિ.મી. લાંબી છે જ્યારે સોમવારે તે ૪ માઇલ લાંબી હોવાનું કહેવાયું હતું. કોલમમાં સૌથી ઉન્નત યુનિટ હવે શહેરથી માત્ર ૧૫ માઇલની દૂરી પર છે. યુક્રેનના વળતા જવાબથી કાફલો એકદમ મંદ પડી ગયો હતો, પરંતુ કીવ હવે નજીક આવી રહ્યું છે. લાગે છે કે રશિયાની યોજના કીવને પૂરી રીતે ઘેર્યા બાદ આર – પારની લડાઇ લડવાની છે. આવનારા સમયની ઝાંખી ત્યારે મળી ગઇ જ્યારે ખારકીવ શહેર પર રશિયાએ બોમ્બ વરસાવ્યા. આ જગ્યા રશિયા – યુક્રેન સરહદેથી ૨૫ માઇલ દૂર છે અને અહીં ૧૦.૫ લાખ લોકો રહે છે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને પગલે સમગ્ર વિશ્વ બે ભાગોમાં વહેંચાઇ ગયું છે. એક તરફ યુરોપિયન અને પશ્ચિમી દેશો છે તો બીજી તરફ રશિયા, બેલારૂસ જેવા દેશો. જોકે ભારત, ચીન આ મામલે અત્યાર સુધી તટસ્થ રહ્યાં છે. ચીને તો આડકતરી રીતે રશિયાને સમર્થન પણ જાહેર કર્યુ છે. જોકે હવે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પોતાના યુક્રેની સમકક્ષ દિમિત્રી કુલેબા સાથે ફોન પર વાત કરી હતી. 

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેન્સ્કીએ ખારકીવમાં એક નાગરિક પ્રશાસન ભવન સામે રોકેટ હુમલા બાદ રશિયાને આતંકવાદી દેશ ઠેરવી દીધો છે. આ હુમલામાં રોડ એકદમ નષ્ટ થઇ ગયો અને ઇમારતની બારીઓ ચકનાચૂર થઇ ગઇ. જેલેન્સ્કીએ ફેસબુક વીડિયો દ્વારા યુરોપિય સંસદમાં કહ્યું કે ખારકીવના સેન્ટ્રલ સ્કવાયરમાં હુમલો એક આતંકવાદી હુમલો હતો અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ચેતવણી આપવામાં આવી કે કોઇ પણ તેને માફ નહીં કરે, કોઇ નહીં ભૂલે. કોઇ પણ અમને તોડી નહીં શકે, અમે મજબૂત છીએ, અમે ન છીએ.