યુકેમાં ભય ફેલાવનારા ખતરનાક કોરોનાના નવા વેરિયન્ટનો ભારતમાં પ્રવેશ

 

નવી દિલ્હીઃ યુકે. (યુનાઇટેડ કિંગ્ડમ)માં ભય ફેલાવનારા કોરોનાના નવા વેરિયેન્ટનો ભારતમાં પણ પ્રવેશ થઈ ચૂક્યો છે. આઈએનએસએસીઓજી જીનોમિક નેટવર્ક મોનિટરિંગ કોવિડ વેરિયન્ટના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાઇરસના નવા વેરિયન્ટ (એવાય.૪.૨)એ યુરોપમાં ભય સર્જ્યો છે. 

આ વેરિયન્ટને યુકે, રૂસ અને ગયા સપ્તાહે ઈઝરાયેલમાં કોવિડ-૧૯ મામલાઓમાં ઝડપ માટે કારણભૂત માનવામાં આવે છે. આ જ કારણે રશિયાના મોસ્કોમાં આવતા સપ્તાહથી લોકડાઉન શરૂ  થશે. વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે આ વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીએ વધુ સંક્રામક છે અને ભારતમાં પણ મોજૂદ છે, પરંતુ તેની માત્રા ઓછી છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે એવાય.૪.૨થી સંબંધિત નિષ્કર્ષો પર હજુ પણ ઉચ્ચ સ્તરની અનિશ્ચિતતા છે અને હજુ એ કહેવું ઉતાવળું રહેશે કે આ વેરિયન્ટથી બીમારી ઝડપથી ફેલાય છે કે જલ્દી મોત થાય છે. દિલ્હીના સીએસઆઈઆર ઈનિ્સ્ટટયૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીના નિર્દેશક ડો. અનુરાગ અગ્રવાલે જણાવ્યું હતું કે એવાય.૪.૨ સંશોધિત પરિભાષાના આધારે ભારતમાં મોજૂદ છે, પરંતુ તેનું પ્રમાણ ૦.૧ ટકાથી પણ ઓછું છે. ડો. અગ્રવાલે કહ્યું કે આગળની માહિતી અને ભારતમાં એવાય.૪.૨ની સાચી સંખ્યા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. એવાય.૪.૨ ડેલ્ટા વેરિયન્ટ પરિવારનો જ છે જેને અત્યાર સુધીનું કોરોનાનું સૌથી ખતરનાક રૂપ માનવામાં આવે 

છે.