યુકેમાં કોવિદનું સંક્રમણ વધી રહ્યું છે. …

 

      લંડનમાં રોજના 40 થી 50 હજાર કેસ નવા નોંધવામાં આવ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. જો કે વેકસિનેસનને કારણે મૃત્યુ દરમાં ઘટાડો થઈ રહ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોએ માસ્ક, સોશ્યલ ડિસ્ટસિંગ સહિતના પ્રતિબંધો ફરીથી લાગુ કરવાની સરકારને ભલામણ કરી છે. હેલ્થકેર ક્ષેત્રની સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી ફેડરેશનના અધિકારીઓેએ સરકારને ભીડવાળી સાર્વજનિક જગ્યામાં લોકો ફરજિયાત માસ્ક પહેરે તેવાં પગલાં લેવાની વિનંતી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડમાં ગત 19 જુલાઈ ના કોવિડ પરના પ્રતિબંધો ઊઠાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ પબ, રેસ્ટોરન્ટ અને નાઈટકલબને ફરીથી ખોલવામાં આવ્યા હતા.