યુકેની કોર્ટે વિજય માલ્યાને નાદાર જાહેર કર્યો

 

લંડનઃ અત્રેની કોર્ટે ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાને સોમવારે નાદાર જાહેર કર્યો હતો. કીંગફિશર અૅરલાઈન્સના દેવાના રિપેમેન્ટ માટે એસબીઆઈની આગેવાની હેઠળનું બેંકોનું જૂથ વિજય માલ્યાની સંપત્તિઓ પર કબજો કરી શકશે. ઈન્સોલવન્સી અને કંપની કોર્ટે (આઈસીસી)ના જજ માઈકલ બ્રિગ્સે અત્રે વર્ચ્યુઅલ હિયરિંગ દરમિયાન કહ્યું કે હું વિજય માલ્યાને નાદાર જાહેર કરું છું. ભારતીય બેંકોએ તેમની તરફેણમાં માલ્યાને નાદાર જાહેર કરવા કોર્ટમાં રજૂઆત કરી હતી. 

માલ્યાના બેરિસ્ટર ફિલિપ માર્શલે ઓર્ડર પર સ્ટે માગ્યો હતો. જે જજે સ્વીકાર્યો ન હતો. આ ઓર્ડર સામે અપીલ કરવાની પરવાનગી માગતી અરજી પણ જજ બ્રિગ્સે ફગાવી દીધી હતી. માલ્યા યુકેમાં હાલમાં જામીન પર છૂટ્યો છે.

માલ્યાના ધારાશાસ્ત્રીઓએ દલીલ કરી હતી કે દેવું અંગે વિવાદ છે અને ભારતીય કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. એસબીઆઈની આગેવાની હેઠળની ૧૩ ભારતીય બેંકોમાં બેંક ઑફ બરોડા, કોર્પોરેશન બેંક, ફેડરલ બેંક લિ., આઈડીબીઆઈ બેંક સહિતની બેંકોનો સમાવેશ થાય છે. આ બેંકો નાદારીનો ઓર્ડર મેળવવા યુકેની કોર્ટમાં પ્રયત્ન કરી રહી હતી. પાવડરથી કેન્સર થવાની આશંકા છતાં જોનસન એન્ડ જોનસને વંશીય માનસિકતાથી ઉત્પાદન વેચ્યા