યુકેના ગુજરાતી અગ્રણી વિમલજી ઓડેદરાની મુખ્યમંત્રી સાથે મુલાકાત 

 

ગાંધીનગર : ગ્રેટ બ્રિટનમાં ગુજરાતી સંગઠનોના પ્રમુખ વિમલજી ઓડેદરાએ તાજેતરમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન વિમલજીએ યુકે સ્થિત ગુજરાતીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. જેમાં ગુજરાત યુકેના વ્યાપારિક, સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બને એ અંગે ચર્ચા વિચારણા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નેશનલ કાઉન્સીલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇજેશન્સ (NCGO)ની વિવિધ કામગીરી અને પ્રવૃત્તિઓ અંગે પણ જાણકારી મેળવી હતી. આ સાથે ફઈબ્દો યુ કે પાર્લમેન્ટમાં હમણાં જે ગોધરા કાંડ તથા લઘુ મતિ કોમ ઉપર અત્યાચાર જેવા વિષયની ચર્ચા કરી તેનો વિરોધ કર્યો હતો અને તે બાબત મુખ્યમંત્રી શું મદદ કરી શકે તેની વિશે પણ ચર્ચા કરી હતી. ઉપરાંત, પોરબંદરના જાણીતા સમાજસેવી, ચિત્રકાર અને મેર સમાજ માટે સમર્પિત માલદે બાપુ (માલદે રાણા કેશવાલા)ના કાર્યો વિષે માહિતી આપી હતી. આગામી ૨૦મી માર્ચ પોરબંદર ખાતે માલદે બાપુના સ્ટેચ્યના અનાવરણ પ્રસંગે પણ વિમલજીએ ભૂપેન્દ્રભાઈને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું, જેનો મુખ્યમંત્રીએ હાલ પૂરતી હાજર રહેવા હકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રી સાથેની મુલાકાત દરમ્યાન મેર સમાજના અન્ય અગ્રણીઓ સંજયભાઈ કરવાદરા, કિશોરભાઈ ગોધાનિયા, અરજણભાઈ કાડેજિયા અને ગુજરાત ભાજપના આંતરરાષ્ટ્રીય કન્વીનર દિગંત સોમપુરા પણ જોડાયા હતા.