યુએસ પર ખતરાની વધુ એક તલવાર, આ સમસ્યાથી થઈ શકે છે ૭૫,૦૦૦ લોકોના મોત

ન્યુ યોર્કઃ કોરોના વાઇરસના કહેરે પહેલાથી જ અમેરિકાની સ્થિતિ ખરાબ કરી છે. હવે એક નવા સંશોધનમાં જે દાવો સામે આવ્યો છે તેને સાંભળીને તો ઘણા લોકોની ઊંઘ ઊડી જશે. આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાઇરસના કારણે ઉભી થયેલી નિરાશાથી ૭૫,૦૦૦ અમેરિકન નાગરિકના મોત થઈ શકે છે.
નેશનલ પબ્લિક હેલ્થ ગ્રુપ વેલ બીઈંગ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા એક વિશ્લેષણ અનુસાર, વધતી બેરોજગારીના સંકટ, આર્થિક મંદી, આઇસોલેશન અને મહામારીના દુર થવાને લઇને અનિશ્ચિત્તાના કારણે લોકોમાં ખાસ તણાવ અને નિરાશા ઉભી થઈ છે. આ નિરાશા મોતની સંખ્યા વધારી શકે છે.
આ માટે, લોકોને ઉચ્ચ ગુણવત્તાની માનસિક સ્વાસ્થ્ય સારવાર અને સમુદાય સમર્થન આપવું જરૂરી છે, જેમાં સંઘીય, રાજ્ય અને સ્થાનિક સંશાધનો શામેલ હોઈ શકે છે. વેલ બીઇંગ ટ્રસ્ટે સ્થાનિક, રાજ્ય અને સંઘીય અધિકારીઓ અને એજન્સીઓને આ બાબતે ધ્યાન કેનિ્દ્રત કરવા હાકલ કરી છે કે જેથી મહામારીને કારણે નોકરી ગુમાવેલા લોકોને ફરીથી નોકરી મળે. અગાઉ ૨૦૦૮ની મંદી દરમિયાન બેરોજગારીની સાથે આત્મહત્યા અને ડ્રગના ઓવરડોઝથી પણ મોત નીપજ્યાં હતાં.