યુએસ એરફોર્સ એકેડેમીમાંથી સ્નાતક થયેલા જયદેવસિંહ ઝાલા

ન્યુ યોર્કઃ કેલિફોર્નિયામાં ચીનો હિલ્સમાં વસતા જયદેવસિંહ જી. ઝાલા તાજેતરમાં યુએસ એરફોર્સ એકેડેમીમાંથી સ્નાતક થયા છે. તેમણે 22મી મે, 2018ના રોજ યુએસ એરફોર્સમાં સેકન્ડ લેફ્ટેનન્ટ તરીકે નીમવામાં આવ્યા હતા અને 23મી મે, 2018ના રોજ યુએસ એરફોર્સ એકેડેમીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. તેમણે 984 નવા નિમાયેલા ઓફિસરોની સાથે આ નિમણૂક મેળવી હતી.
યુએસ એરફોર્સ એકેડેમીમાં જયદેવસિંહ ઝાલાએ 110 કેડેટ્સના સ્ક્વોડ્રન કમાન્ડર તરીકે ફરજ બજાવી હતી. હિન્દુ કોમ્યુનિટીના આજીવન સભ્ય અને અગ્રણી તરીકે જયદેવસિંહ ઝાલાને તાજેતરમાં કેડેટ ઇન્ટરફેઇથ કાઉન્સિલનો રિલિજિયલ રિસ્પેકટ એવોર્ડ એનાયત થયો હતો. આ સન્માન ભાગ્યે જ મિલિટરી એકેડેમીના કેડેટને પ્રદાન થાય છે.
જયદેવસિંહ આ વર્ષે ઓક્ટોબરથી વાન્સ એર ફોર્સમાં પાઇલોટની તાલીમ શરૂ કરશે અને એફ-22 રેપ્ટર અથવા એચએચ-60 પેવ હોક ઉડાડવાની તાલીમની આશા રાખે છે.