યુએસસીઆઇએસ દ્વારા ઓનલાઇન ફાઇલિંગનું વિસ્તરણઃ અરજીકર્તાઓ હવે રિપ્લેસમેન્ટ નેચરલાઇઝેશન સર્ટિફિકેટ-નેચરલાઇઝેશન ઓનલાઇન સુનાવણીની વિનંતી કરી શકે છે

0
853

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) દ્વારા તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી કે ફોર્મ એન-565, નેચરલાઇઝેશન સિટિઝનશિપ ડોક્યુમેન્ટના રિપ્લેસમેન્ટ માટે અરજી, અને ફોર્મ એન-336, નેચરલાઇઝેશન પ્રોસિડિંગ્સમાં નિર્ણય વિશે સુનાવણીની વિનંતી ઓનલાઇન ફાઈલ થઈ શકે છે.
અરજીકર્તાઓ નેચરલાઇઝેશન સર્ટિફિકેટ, સિટિઝનશિપ સર્ટિફિકેટ અથવા રિપેટ્રિયેશન સર્ટિફિકેટ રિપ્લેસ કરવા માટે ફોર્મ એન-565નો ઉયોગ કરી શકે છે. તેઓ સ્પેશિયલ નેચરલાઇઝેશન સર્ટિફિકેટ માટે પણ વિદેશ દ્વારા માન્યતાપ્રાપ્ત યુએસ સિટિઝન તરીકે ઉપયોગ કરી શકે છે. જો યુએસસીઆઇએસ તેઓની નેચરલાઇઝેશન માટેની અરજીનો ઇનકાર કરે તો અરજીકર્તાઓ ઇમિગ્રેશન ઓફિસર સમક્ષ સુનાવણીની વિનંતી માટે ફોર્મ એન-336નો ઉપયોગ કરી શકે છે.
યુએસસીઆઇએસ ડિરેક્ટર ફ્રાન્સિસ સીસનાએ જણાવ્યું હતું કે યુએસસીઆઇએસ ઇમિગ્રેશન લાભો માટેની અરજીની પ્રક્રિયા વધુ અસરકારક, સલામત અને સરળ બનાવી રહી છે. અમે નવાં ફોર્મ ઉમેરવાનું ચાલુ રાખીએ છીએ, જેથી અરજીકર્તાઓ ઓનલાઇન સંપૂર્ણ ફોર્મ ભરી શકે છે.
આ ત્રીજું અને ચોથું ફોર્મ છે જે અરજીકર્તાઓ પોતાના ઓનલાઇન એકાઉન્ટમાંથી ઓનલાઇન ફાઈલ કરી શકે છે. યુએસસીઆઇએસ દ્વારા પ્રથમ ફોર્મ આઇ-90, રિપ્લેસ પરમેનન્ટ્સ રેસિડન્ટ કાર્ડની અરજી માર્ચ, 2015માં રજૂ કરવામાં આવી હતી. આ પછી યુએસસીઆઇએસ દ્વારા બીજું ફોર્મ એન-400 નેચરલાઇઝેશન માટે અરજી ઓગસ્ટ, 2016માં રજૂ કરવામાં આવી હતી. આ પછી ડિસેમ્બર, 2017માં ફોર્મ માટે ઓનલાઇન ફાઈલિંગને પ્રોત્સાહન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. યુએસસીઆઇએસ અરજીકર્તાઓ – કામદારો -સ્ટેકહોલ્ડરોની જરૂરિયાતોને સંતોષવા માટે ઇનોવેશન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરેછે.
એન-400, આઇ-90, એન-565 અથવા એન-336 અરજી ઓનલાઇન ફાઈલ કરવા માટે, અરજીકર્તાઓએ સૌપ્રથમ તો યુએસસીઆઇએસ ઓનલાઇન એકાઉન્ટ ખોલવું જોઈએ. આ સિસ્ટમ સંપૂર્ણપણે મોબાઇલ-રિસ્પોન્સિવ છે, જેનો અર્થ એ કે અરજીકર્તાઓ ફોન અથવા ટેબ્લેટ પરથી જ પણ ફોર્મ ફાઈલ કરી શકે છે.
આ એકાઉન઼્ટ અરજીકર્તાઓ માટે સરળ અને સલામત માર્ગ પૂરો પાડે છે જેઃ
– તેઓના વિવિધ કેસોના સ્ટેટસનું સંચાલન કરે છે
– પુરાવા માટેની વિનંતીઓનો પ્રતિભાવ આપે છે
– સલામત ઇનબોકસ મારફત યુએસસીઆઇએસ સાથે આદાનપ્રદાન અને
– તેઓના સરનામામાં પરિવર્તન
અરજીકર્તાઓ ઓનલાઇન એકાઉન્ટ દ્વારા ફોર્મ એન-565 અને એન-336 ઇલેક્ટ્રોનિકલી સંપૂર્ણ ફાઈલ કરી શકશે. ઓનલાઇન ફાઈલિંગ ફી ચૂકવી શકશે અને યુએસસીઆઇએસમાં પુરાવો પણ સબમિટ કરી શકશે. જોકે ફોર્મ એન-565 અરજીકર્તાઓએ તેઓના ઓનલાઇન એકાઉન્ટ દ્વારા તેઓની અરજી ફાઈલ કર્યા પછી પોતાનાં મૂળ પ્રમાણપત્રો અને તસવીરો નેબ્રાસ્કા સર્વિસ સેન્ટરને ઈ-મેઇલ કરવાની જરૂર પડશે.
અરજીકર્તાઓ ઓનલાઇન ફાઈલિંગની સૂચનાઓને અનુસરીને એન-336 ફાઈલ કરી શકશે અને અરજી ફાઈલ કર્યાના 180 દિવસમાં સુનાવણીની રાહ જોઈ શકશે.
એટર્ની અને માન્યતાપ્રાપ્ત પ્રતિનિધિઓ પોતાના ક્લાયન્ટો માટે એક વાર તેઓ ઓનલાઇન એકાઉન્ટ શરૂ કરે પછી ઓનલાઇન ફાઈલ કરી શકે છે. પ્રતિનિધિઓ વધારાના પુરાવા સબમિટ કરવા, તેઓના કલાયન્ટોની અરજીઓનાં સ્ટેટસ નિહાળવા માટે, તેઓના ક્લાયન્ટો વતી પુરાવા માટે વિનંતીના પ્રતિભાવમાં પોતાના ઓનલાઇન એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે.
યુએસસીઆઇએસ ફોર્મ એન-565 અને ફોર્મ એન-336નું અત્યાધુનિક પેપર વર્ઝન પણ સ્વીકારે છે. અરજીકર્તાઓએ પોતાના ફોર્મ ઈ-મેઇલ કર્યા હોય, અથવા તો કોઈ પણ અન્ય યુએસસીઆઇએસ ફોર્મ દ્વારા હજી પણ ઓનલાઇન એકાઉન્ટ શરૂ કરી શકાય છે, જો તેઓએ ઓનલાઇન ફોર્મ ફાઇલ ન કર્યું હોય તો પણ.
પેપર અથવા ઇલેક્ટ્રોનિકલી ફોર્મ ફાઈલ કરવા સંબંધિત, યુએસસીઆઇએસ સલામત ઇમિગ્રેશન સિસ્ટમની ખાતરી આપવા પ્રતિબદ્ધ છે.
યુએસ ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લો કઈ રીતે તમને, તમારા પરિવારને, તમારા મિત્રોને અસર કરી શકે છે તે વિશે વધુ માહિતી માટે તમે અમારા ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી લોયર્સ અથવા એટર્નીઝ સાથે વાત કરી શકો છો, નાચમન ફુલવાની ઝિમોવેક (એનપીઝેડ) લો ગ્રુપ, પી. સી.નો  201-670-0006 (107) પર ફોન કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here