યુએસમાં જનરલ કાઉન્સેલ પદે ભારતવંશી કાનૂની નિષણાત અંજલિ ચતુર્વેદી નિયુક્ત

 

નવી દિલ્હી: ભારતીય-અમેરિન કાનૂની નિષ્ણાંત અંજલિ ચતુર્વેદીને યુએસ પ્રમુખ જો બાઇડેન દ્વારા વેટર્નસ અફેર્સ વિભાગમાં જનરલ કાઉન્સેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસની વેબસાઇટ અનુસાર, ચતુર્વેદી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના ક્રાઇમ ડિવિઝનમાં ડેપ્યુટી આસિસ્ટન્ટ એટર્ની જનરલ છે. ચતુર્વેદીને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વેટર્નસ અફેર્સમાં જનરલ કાઉન્સેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ચતુર્વેદી તેમની કારકિર્દી દરમિયાન સરકારી તેમજ ખાનગી પ્રેક્ટિસ પણ કરી છે. સરકારી સેવામાં પાછા ફરતાં પહેલાં, ચતુર્વેદી નોર્થ્રોપ ગ્રૂમેન કોર્પોરેશન માટે સહાયક જનરલ કાઉન્સેલ અને તપાસ નિયામક તરીકે સેવા આપી હતી અને કંપનીની વૈશ્ર્વિક તપાસ ટીમનું નેતૃત્વ કર્યું હતું.