યુએનમાં ગ્લોબલ સિટિઝનશિપ ફોરમ દ્વારા જાતીય સમાનતાલક્ષી કાર્યક્રમ


(ડાબેથી જમણે) ડો. તાજ હમદ, પ્રીતી મલહોત્રા, ડો. બી. કે. મોદી, જગદીશ સેહવાની, અપર્ણા રેડ્ડી, પદ્મશ્રી ડો. સુધીર પરીખ.

ન્યુ યોર્કઃ યુનાઇટેડ નેશન્સ (યુએન)માં 29મી સપ્ટેમ્બરે વિવિધ હિમાયતી અને મિડિયા સંગઠનોના પ્રતિનિધિઓ ‘યુએન સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ્સઃ બિયોન્ડ જેન્ડર ક્વોલિટી’ સંબંધિત મુદ્દાઓની ચર્ચા કરવા માટે ભેગા થયા હતા.
યુએન ડાઇનિંગ રૂમમાં યોજાયેલી બેઠકમાં 130થી વધુ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ગ્લોબલ સિટિઝન ફોરમ, યુનિવર્સલ પીસ ફેડરેશન, આઇટીવી અને અમેરિકન એસોસિયેશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (આપી)ના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઇન્ડિયાના 45 મહિલા ઉદ્યોગ અગ્રણીઓના પ્રતિનિધિમંડળના સન્માન માટે યોજાયો હતો. આ સંસ્થા ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ ઉત્તેજન આપવાના હેતુથી કાર્યરત છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં જીસીએફના સ્થાપક ઉદ્યોગપતિ કુમાર મોદી, યુનિવર્સલ પીસ ફેડરેશનના વાઇસ પ્રેસિડન્ટ તજ હમદ, એફઆઇસીસીઆઇ મહિલા સંસ્થાનાં પ્રમુખ અપર્ણા રેડ્ડી, જીસીએફના સ્થાપક-ડિરેકટર પ્રીતિ મલહોત્રા, પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર અને ચેરમેન તેમ જ આપીના પાસ્ટ પ્રેસિડન્ટ પદ્મશ્રી ડો. સુધીર પરીખ વગેરેનો સમાવેશ થતો હતો.
આ કાર્યક્રમમાં યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ મિશન ઓફ કતારના પ્રતિનિધિઓ અને રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેને યુએનમાં પરમેનન્ટ મિશન ઓફ કેનેડાનું સમર્થન મળ્યું હતું.
ડો. સુધીર પરીખે પોતાના પ્રવચન દરમિયાન જાતીય સમાનતા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મોદીએ કહ્યું હતું કે અમારી સંસ્થાની સ્થાપના જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતાથી ઉપર જઇને કામ કરે છે જેનું ગૌરવ છે.
રેડ્ડીએ એફઆઇસીસીઆઇની ભારતમાં કામગીરીની માહિતી આપી હતી.