યશ રાજની આગામી ફિલ્મ શમશેરા માટે મુંબઈના ગોરેગાંવ ઉપનગરમાં આવેલી ફિલ્મ સિટીમાં ભવ્ય સેટની રચના

0
753

 

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અતિ પ્રતિષ્ઠિત બેનર ગણાતા યશ રાજની આગામી મહત્વાકાંક્ષી ફિલ્મ શમશેરા માટે ગોરેગાંવની ફિલ્મ સિટીમાં ભવ્ય સેટ ઊભો કરવામાં આવ્યો હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું. શમસેરા 18મી સદીનાએક  એવા વીર પુરુષની કથા રજૂ કરે છેકે જે પોતાને થયેલા અન્યાયનો બદલો લેવા માટે સમાજ સામે બહારવટે ચડે છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને રણબીર કપુર મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપુર કદાચ પહેલીવાર એકશન હીરો તરીકે રજૂ થશે. આ ફિલ્મ ગણતરીના દિવસોમાં ફલોર પર જવાની સંભાવના છે. જાણકાર સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે, આ ફિલ્મ માટે ફિલ્મ સિટીમાં કિલ્લાનો ભવ્ય સેટ બનાવવામાં આવ્યો છે. આ સેટ માટે ગંજાવર ખર્ચ કરવામાં આવ્યો છે. આ ફિલ્મની હીરોઈન આલિયા ભટ્ઠ છે. આલિયા ભટ્ટ હાલમાં કરણ જોહરની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં હીરોઈનની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મમાં રણબીર કપુર અને અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકામાં રજૂ થઈ રહ્યા છે.