યશરાજ ફિલ્મ્સ હવે ધૂમ-4ની તૈયારીઓ કરે છે…

0
734

ધૂમ -સિરિઝને સતત અપ્રતિમ સફળતા મળી છે અને ટિકિટબારી પર આ ફિલ્મોએ નાણાનો વરસાદ વરસાવી દીધો હતો. એટલે બહુ સ્વાભાવિક છે કે આદિત્ય ચોપરા એની ચોથી આવૃત્તિ તૈયાર કરીને પુન રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરે. હવે ધૂમ- 4 માં સલમાન ખાનને બદલે શાહરુખ ખાન ખલનાયકની ભૂમિકા ભજવશે. પોલીસ અધિકારી તરીકે અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાની ભૂમિકા નક્કી જ છે. આ અગાઉ ધૂમ-4માં સલમાન ખાન વિલનની ભૂમિકા ભજવી રહ્યો હોવાની ચર્ચા થતી હતી. પણ હવે મળેલી જાણકારી અનુસાર, સલમાને ફિલ્મ છોડી દીધી છે અને એની ભૂમિકા હવે શાહરૂખ ખાનને આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.