મોરબી ઝુલતો પુલ તુંટતા અનેક પરિવારો તુંટ્યાં: ૧૩૨ લોકોના મોત

 

મોરબી: મોરબી માટે રવિવારનો દિવસ ગોઝારો બની ગયો. ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ. જેમાં ૪૦૦ જેટલા લોકોના પાણીમાં ડૂબ્યા હતા. આ ઘટના બાદ હાલ પુરજોશમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. મોરબીમાં દિવાળીની રજાઓમાં ઝૂલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હતા. લોકોની ભીડ જામતા મોડી સાંજે આ પુલ બે ભાગમાં કટકા થઈને તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો નીચે પટકાયા હતા. જેમાં ૧૩૨ જેટલા મૃતદેહ બહાર કઢાયા છે. જેમાં ૨૫ જેટલા બાળકોનો સમાવેશ થાય છે. કચ્છથી અને રાજકોટથી તરવૈયા અને રાજકોટથી ૭ ફાયર બ્રિગેડની અને ૧ લ્ઝ઼ય્જ્ની ટીમો રવાના થઇ છે. જ્યારે ગાંધીનગરથી બે ફ્ઝ઼ય્જ્ની ટીમ રવાના કરાઇ છે. કંન્ટ્રોલરૂમ અને હેલ્પ લાઇન નંબર ૦૨૮૨૨ ૨૪૩૩૦૦ જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાજનોને ૨-૨ લાખની સહાય અને ઇજાગ્રસ્તોને ૫૦-૫૦ હજારની સહાય જાહેર કરી છે. જ્યારે સારવાર માટે રાજકોટમાં ઇજાગ્રસ્તોની સારવાર માટે અલગ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. 

મોરબીના ઝૂલતાપૂલ દુર્ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ ચોંકાવનારી વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, પુલનો કોન્ટ્રાક આપી દીધા બાદ પુલ તૈયાર થઈ જતા નગરપાલિકાના વેરિફિકેશન વગર પુલ ચાલુ કરી દેવાયો હતો એટલે તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરાશે. ખાનગી કંપનીએ પુલનું રીનોવેશન કર્યા બાદ તંત્રના વેરિફિકેશન અને મજબુતાઈના સર્ટિફિકેટ વગર જ પુલ ચાલુ કરી દીધો હતો. પુલ કેટલો મજુબત છે? તેની ગુણવત્તા ચકાસ્યા વગર તંત્રને જાણ કર્યા વગર પુલ ચાલુ કરી દેવતા આ ઘટના બન્યા બાદ હાલ તંત્ર દ્વારા પુલના રિનોવેશન, મજબૂતાઈ વિશેના તમામ રેકર્ડ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પુલના કામ બેદરકારી બહાર આવશે તો તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતુ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, મોરબીમાં થયેલ દુર્ઘટનાથી અત્યંત દુ:ખી છું. આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. રાહત અને બચાવ કામગીરી પુરઝડપે ચાલી રહી છે તથા અસરગ્રસ્તોને તમામ આવશ્યક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

મોરબીની દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સાથે વાત કરી. તેમણે બચાવ કામગીરી માટે તાત્કાલિક ટીમોની મોકલવા કહ્યું છે. તેમણે પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવા અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવા જણાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબી ઝૂલતાપૂલ દુર્ઘટનાની મુલાકાત લીધી હતી. જેઓએ તેમના પરિવારજનો ગુમાવ્યા છે તેઓની મુલાકાત લઈ આશ્વાસન આપ્યું હતું. મુખ્યમંત્રી મંત્રી ભુપેન્દ્ર પટેલ, ગ્ાૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પટેલ સહિત અગ્રણીઓ તેઓની સાથે જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તંત્રને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.