મોરક્કોમાં ભૂકંપ 2000થી વધુ લોકોને ભરખી ગયો, દેશમાં 3 દિવસનો રાષ્ટ્રીય શોક

મોરક્કોઃ ભયાવહ ભૂકંપને લીધે આફ્રિકી દેશ મોરક્કોની હાલત દયનીય થઈ ચૂકી છે. શુક્રવારે મોડી રાતે મોરક્કોમાં આવેલા ભીષણ ભૂકંપ બાદથી અત્યાર સુધીમાં 2,862થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. 6.8ની તીવ્રતાના ભૂકંપને લીધે અત્યાર સુધીમાં 2012થી વધુ લોકોના મોતના અહેવાલની પુષ્ટી થઈ છે. જોકે ઘાયલોની સંખ્યાની વાત કરીએ તો 2,562 લોકો ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
મોરક્કો દેશભરમાં ભૂકંપને કારણે મચી ગયેલી તબાહીને કારણે અધિકારીઓએ દેશમાં ત્રણ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી દીધી છે. સૈન્યના એક નિવેદન અનુસાર મોરક્કોના કિંગ મોહમ્મદ VIએ સશસ્ત્ર દળોને વિશેષ શોધખોળ અને બચાવ ટુકડી તથા એક સર્જિકલ ફિલ્ડ હોસ્પિટલ તહેનાત કરવા નિર્દેશ આપ્યો છે. ભૂકંપના કેન્દ્રની નજીકમાં આવેલા શહેર મરાકેશમાં ઐતિહાસિક ઈમારતોને મોટું નુકસાન થયું છે. તેના લીધે મોરક્કો હચમચી ગયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ,શુક્રવારે મોડી રાતે મોરક્કોના હાઈ એટલસ પર્વતોને હચમચાવી દેનારા ભૂકંપથી ભૂકંપના કેન્દ્રની નજીકના શહેરમાં મોટું નુકસાન થયું પણ મોટાભાગના મૃત્યુ દક્ષિણમાં અલ હૌજ અને તરૌદંત પ્રાંતના પર્વતીય ક્ષેત્રોમાં થયા હતા. આ દરમિયાન સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
મોરોક્કોમાં આવેલા છ દાયકાના સૌથી ભયંકર ભૂકંપે વિનાશ વેર્યો, ભૂકંપને કારણે મૃત્યુઆંક 2800ને પાર પહોંચ્યો છે. રાહત અને બચાવ દળો કાટમાળ નીચે દબાયેલા જીવિત લોકોની શોધી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ ભયાનક દુર્ઘટનામાં લગભગ 3,000થી વધુ લોકો માર્યા ગયા છે, ભૂકંપે એટલાસ પર્વતોના ગામડાઓને નષ્ટ કરી દીધા છે.
સ્પેન, બ્રિટન અને કતારની રેસ્કયુ ટીમો સ્થાનિક પ્રશાસન સાથે મળીને બચાવ અભિયાન ચલાવી રહી છે. બચેલા લોકોએ હાજુ પણ રાત રસ્તાઓ પર સુઈને વિતાવી રહ્યા છે. સરકારી સમાચાર એજન્સીએ જણવ્યું કે મૃત્યુઆંક 2,862એ પહોંચ્યો છે અને 2,562 લોકો ઘાયલ છે. બચાવ દળો હજુ સુધી ઘણા દુર્ગમ વિસ્તારો સુધી પહોંચ્યા નથી, તેથી મૃત્યુઆંક હજુ વધુ વધશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે આ આપત્તિથી ત્રણ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સ્પેને જણાવ્યું હતું કે તેમના 56 અધિકારીઓ અને ચાર સ્નિફર ડોગ મોરોક્કો પહોંચ્યા હતા, જ્યારે હજુ 30 જવાનોની ટીમ બીજી ટીમ અને ચાર સ્નિફર ડોગ મોરોક્કો જવા તૈયાર છે. બ્રિટને કહ્યું કે તેઓ સર્ચ એન્ડ રેસ્કયુ ઓપરેશનના 60 નિષ્ણાતો અને ચાર સ્નિફર ડોગ તેમજ ચાર વ્યક્તિની તબીબી સર્વેક્ષ ટીમ તૈનાત કરી રહ્યું છે. કતારે તેની શોધ અને બચાવ ટીમ મોરોક્કો મોકલી છે.